ભચાઉમાં વિર પુરુષ દેવાયત બોદરની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/embnf55rrbnfcqbw/" left="-10"]

ભચાઉમાં વિર પુરુષ દેવાયત બોદરની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી


*ભચાઉમાં વિર પુરુષ દેવાયત બોદરની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી*
*આસરા ધર્મ ને ઉજાગર કરનાર દિકરા ના બલિદાન આપનાર આહીર વિર પુરુષ દેવાયત બોદર ની ભચાઉ રેલ્વે સ્ટેશન નજીક આવેલી પ્રતિમા એ આહીર સમાજ તથા આહીર યુવાનો દ્વારા રામનવમી એ દેવાયત બોદર ની પુણ્યતિથી નિમિત્તે પ્રતિમા ને ફુલહાર કરી ને પુષ્પ અર્પણ કરીને પુણ્યતિથી ની ભવ્ય ઉજવણી કરાઈ હતી

રાષ્ટ્ર હિત અને જૂનાગઢ ના વંશ માટે માટે પોતાના દીકરા નું બલિદાન આપી આશરા ધર્મ નિભાવનાર શ્રી વીર
આહીર દેવાયત બોદરની પુણ્ય તિથિ નિમિતે તેમને સત સત નમન કરી ને ભચાઉ ખાતે ફુલહાર અને આરતી કરીને આહીર સમાજના યુવાનોએ વંદન કર્યા હતા
ઉપસ્થિત ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા.આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર દિપકભાઈ આહીર
આહીર સમાજ યુવા અગ્રણી રામજીભાઈ છાંગા. કુજીસર ના પુર્વ ઉપ સરપંચ રાણાભાઇ આહીર.કરમરીયા ગામ નાં યુવા અગ્રણી વાઘજીભાઇ છાંગા. આહીર સેના ગુજરાત પુર્વ કચ્છ મંત્રી રાણાભાઇ આહીર.વેરશીભાઇ આહીર. કાનજીભાઈ આર આહીર.હિતેશભાઈ આહીર. વગેરે આહીર સમાજના ભાઈઓ ઉપસ્થિત રહી ને દેવાયત બોદર ની પુણ્ય તિથિ નું ઉજવણી કરી હતી.
રિપોર્ટ -દીપક આહીર
ભચાઉ કચ્છ
મોં.9909724189


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]