સ્કૂલોમાં ૯મી મેથી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન - At This Time

સ્કૂલોમાં ૯મી મેથી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન


સ્કૂલોમાં ૯મી મેથી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન

ચૂંટણીના લીધે રાજયની સ્કૂલોમાં પણ ૫ દિવસ વેકેશન પાછું ઠેલવાયું

રાજ્યની ૪૩ હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ ૧૧,૪૦૦થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી ૫૪ હજારથી વધુ સ્કૂલોમાં આગામી તા.૯મી મેથી તા. ૧૨ જૂન સુધીનું ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે. ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ૧૩મી જૂનથી વર્ષ-૨૦૨૪-૨૫નાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. મહત્ત્વની વાત એ છે કે, લોકસભાની ચૂંટણીના કારણે આ વખતે ૫ દિવસ વેકેશન પાછું ઠેલવાનો વારો આવ્યો છે. જેના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષની સરખામણીએ આગામી નવુ શૈક્ષણિક વર્ષ ૨૯ દિવસ મોડું શરૂ થશે. ચાલુ શૈક્ષણિક વર્ષ તા. ૪ જૂનથી શરૂ થયું હતું.
રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતુ હોય છે. શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ પરીક્ષાના કાર્યક્રમો નક્કી કરવામાં આવતા હોય છે. બોર્ડના કેલેન્ડર મુજબ ગત તા.૧૬મી એપ્રિલના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાઓમાં તા.૬ મે-૨૦૨૪થી તા.૯ જૂન-૨૦૨૪ સુધીનું વેકેશન જાહેર કરી દેવાયું હતુ. પરંતુ નિયામક કચેરીએ એ જોવાની તસ્દી ન લીધે કે, લોકસભાની ચૂંટણીમાં શિક્ષકોના વિવિધ કામગીરી
અર્થે ઓર્ડર થયેલા છે. જેથી ચૂંટણીપંચનો ઠપકો મળતા જ બીજા દિવસે જ વેકેશનની તારીખ સ્થગિત કરતો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. વેકેશન સ્થગિત કર્યાનાં ૧૨ દિવસ બાદ અનેક રજૂઆતો અને ઉચ્ચ શિક્ષણનું વેકેશન જાહેર થયાં બાદ સ્કૂલોના વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.