રાજકોટ-અમદાવાદ વચ્ચે સાંજે વંદે ભારત ટ્રેન શરૂ કરો : ચેમ્બર ઓફ કોમર્સ - At This Time

રાજકોટ-અમદાવાદ વચ્ચે સાંજે વંદે ભારત ટ્રેન શરૂ કરો : ચેમ્બર ઓફ કોમર્સ

વેકેશનમાં ધાર્મિક સ્થળોએ જવા માટે ટ્રેન ફ્રીક્વન્સી વધારવા કેન્દ્રીય રેલ મંત્રીને વેપારીઓએ રજૂઆત કરી

મુસાફરોની સંખ્યા વધુ રહેવાને કારણે રાજકોટ-અમદાવાદ વચ્ચે સાંજે વંદે ભારત હમસફર ટ્રેન શરૂ કરવા માગણી ઊઠી છે. આ સિવાય રાજકોટથી દિલ્હી માટે રોજિંદી સવારની બે ફ્લાઇટ અને મુંબઈથી રિટર્ન માટે સાંજની 8.30થી 10.30 વચ્ચે રોજિંદી ફ્લાઇટ શરૂ કરવા માગણી ઊઠી છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. વધુમાં ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર-બાંદ્રા સપ્તાહમાં સોમવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ વખત ચાલે છે. પરંતુ આ રૂટમાં મુસાફરોની સંખ્યા વધારે હોવાથી આ ટ્રેન કાયમી શરૂ કરવી જોઈએ.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.