છેલ્લા ૨૧ વર્ષથી સુરત જીલ્લાના કતારગામ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ પેરોલ- ફર્લો/એલ.સી.બી - At This Time

છેલ્લા ૨૧ વર્ષથી સુરત જીલ્લાના કતારગામ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ પેરોલ- ફર્લો/એલ.સી.બી


છેલ્લા ૨૧ વર્ષથી સુરત જીલ્લાના કતારગામ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ પેરોલ- ફર્લો/એલ.સી.બી

ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા નાસતા ફરતા ગુન્હેગારો પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન તથા એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોંલકી નાઓના સુપરવિઝન હેઠળ સુરત જીલ્લાના કતારગામ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૨૫૩/૨૦૦૩ ઈ.પી.કો કલમ ૩૬૪,૩૪૧,૧૧૪ મુજબના ગુન્હા કામે આરોપી દિપચંદ ઉર્ફે દિપક કરશનભાઇ પરમાર રહે.નવા નાવડા,તા.બરવાળા જી.બોટાદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં પોતાના ઘર પાસે હોવાની બાતમી પેરલ ફર્લો સ્કોડના આ.હેડ.કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસ રામાનુજ નાઓને મળતા બાતમી આધારે પેરોલ-ફર્લો તથા એલ.સી.બી.સ્ટાફે આરોપી દિપચંદ ઉર્ફે દિપક કરશનભાઇ પરમાર રહે નવા નાવડા,તા.બરવાળા જી.બોટાદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા માટે બરવાળા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.