*તાલાલામાં ગઈકાલે અનુભવાયેલા ભૂકંપના આંચકા બાદ તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાનાં પગલાં લેવાયાં* - At This Time

*તાલાલામાં ગઈકાલે અનુભવાયેલા ભૂકંપના આંચકા બાદ તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાનાં પગલાં લેવાયાં*


*તાલાલામાં ગઈકાલે અનુભવાયેલા ભૂકંપના આંચકા બાદ તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાનાં પગલાં લેવાયાં*
--------
*તંત્ર વાહકો દ્વારા રૂબરૂ જઈને તેમજ દીવાલો પર પોસ્ટરો લગાવીને વ્યાપક જનજાગૃતિ ફેલાવાઈ*
-------
*સરપંચ તથા તલાટીને સાથે રાખીને જાગૃતિ અંગેની પત્રિકાઓનું ઘરે ઘરે વિતરણ*
-------
કુદરતી આપત્તિઓ પર માનવનો અંકુશ હોતો નથી, પરંતુ તેના પર નિયંત્રાત્મક પગલાં દ્વારા તેની તીવ્રતા ઘટાડી શકાય છે. ભૂકંપ પણ આવો જ એક કુદરતનો પ્રકોપ છે, તેને આપણે અટકાવી શકતા નથી, પરંતુ તેના અંગે જનજાગૃતિ ફેલાવીને તેનાથી થતું જાનમાલનું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ.

ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ તાલાલામાં અનુભવાયેલા ભૂકંપના આંચકા બાદ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલાલા મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રૂબરૂ જઈને લોકોને ભૂકંપ બાદ કેવાં પગલાં લેવાં જોઈએ. તેની લોકોને સમજૂતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, લોકોના ઘર, દુકાન, ગલ્લાં અને ઘર-ઘર સુધી તલાટી અને સરપંચને સાથે રાખીને પોસ્ટર લગાવીને તથા પત્રિકાઓના વિતરણ દ્વારા ભૂકંપ વખતે અને ભૂકંપ બાદ શું કરવું જોઈએ, તેના પગલાઓ વિશે વ્યાપક સમજ આપવામાં આવી હતી.

આમ, તાલાલા તાલુકામાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ન ફેલાય અને લોકો સ્વસ્થતા જાળવી તેનો મક્કમતાથી મુકાબલો કરે તે માટે લોકોને સાવધ અને સચેત કરી સાવધાનીપૂર્વકના પગલાંઓ લેવા માટેની પૂરતી સમજ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.