એચ.એસ.સી ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ - At This Time

એચ.એસ.સી ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ


એચ.એસ.સી ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ

આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એચ.એસ.સી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા. જે મુજબ બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર બાજી મારી છે. પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં બોટાદ જિલ્લો અવ્વલ રહ્યો છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી મળેલી માહિતી અનુસાર, જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 89.04 ટકા રહ્યું છે. જિલ્લામાં 1 સેન્ટર ખાતે લેવાયેલી પરીક્ષામાં કુલ 855 વિદ્યાર્થીઓમાંથી 854 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.સામાન્ય પ્રવાહના પરિણામમાં બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે. જિલ્લાનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 96.40 ટકા રહ્યું છે. જિલ્લામાં કુલ 6 સેન્ટરો ખાતેથી પરીક્ષા લેવામાં આવી હતી. સામાન્ય પ્રવાહમાં 4,477 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. અવ્વલ પરિણામ બદલ બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય તેમજ જિલ્લા શિક્ષણાધિકારી પ્રતિપાલસિંહ ગોહિલે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.