જુનાગઢ જીલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત 1243 થી વધુ શખ્સો સામે અટકાયતી પગલા સહિતની કામગીરી કરતા માળીયા હાટીના પોલીસ - At This Time

જુનાગઢ જીલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત 1243 થી વધુ શખ્સો સામે અટકાયતી પગલા સહિતની કામગીરી કરતા માળીયા હાટીના પોલીસ


માળીયા હાટીના પીએસઆઇ પી.કે.ગઢવી એ આગામી લોકસભા સામાન્ય ચુંટણીને લઈ સરાહનીય કામગીરી કામ કરતા લોકોમાં ખુશીનો માહોલ

માળીયા હાટીના પીએસઆઇ પી.કે.ગઢવી એ આગામી લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪ ની પ્રક્રિયા શાંતિમય અને સુમેળ ભર્યા વાતાવરણમાં પસાર થાય તેમજ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કોઇપણ પ્રકારના ભય અને ડર વગર ઉપયોગ કરે અને માળીયા હાટીના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે માળીયા હાટીના પોલીસ દ્રારા અગમચેતીના ભાગરૂપે અગાઉ ગુનાહિત પ્રવુતિમાં સંડોવાયેલા આરોપીઓ તથા દારૂ/જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો તેમજ અગાઉની ગ્રામ પંચાયત/ જીલ્લા, પંચાયત/ તાલુકા પંચાયત/ લોકસભા/ વિધાનસભાની ચુંટણીમાં જેના વિરૂધ્ધ ગુનાઓ દાખલ થયેલ છે તેવા તમામ ઇસમો વિરૂધ્ધ એક ઝુબેશ હાથ ધરેલ છે.

જેમાં લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ ની ચુંટણી અંગેની જાહેરાત (આદર્શ આચાર સહિતા) અમલમાં આવેલ છે. તે દિવસથી આજ- દિન સુધીમાં અલગ અલગ હેડમાં નીચે મુજબની કામગીરી કરેલ છે. જે તમામ કામગીરી જેમાં 1243 થી વધુ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા તેમજ અન્ય કામગીરી અસરકારક કરેલ છે.

આ કામગીરી હાલ પણ ચાલુ છે. સમગ્ર ચુંટણી પ્રક્રીયા મુક્ત અને ન્યાયીક રીતે પુર્ણ થાય તે માટે માળીયા હાટીના પોલીસ કટીબધ્ધ છે. લોકશાહીના આ પર્વમાં દરેક નાગરીકો પોતાનો મતાધિકાર નિર્ભય રીતે ઉપયોગ કરી શકે તે માટે દરેક નાગરીકોને અપીલ છે કે તેઓને કોઈ પણ વ્યક્તિ કે સમુદાયથી ભય હોય તો તાત્કાલીક માળીયા હાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક પર કોલ કરી પોલીસની મદદ મેળવી શકે છે

*crpc કલમ 107 મુજબ કુલ 615 વ્યક્તિ વિરુદ્ધ અટકાયત પગલા લીધા

*crpc કલમ 110 મુજબ કુલ 507 તેમજ પ્રોહિબીશન કલમ 93 મુજબ 115 ઈસમો વિરુદ્ધ સુલેહ ભંગ નથાય તે માટે જામીન લેવામાં આવ્યા

*પ્રોહિબીશન કુલ 44 કેસો કરવામાં આવેલ છે, તેમજ ગેરકાયદેસર ચપુ, છરી સહિતના હથિયાર લઈ ને રખડતા ઈસમો સામે હથિયાર બંધી જાહેરનામનો ભંગના 5 કેસ કરવામાં આવેલ

*દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા 1 ,લાયસન્સ વગર ચલાવતા વાહન 4, તેમજ માથાભારે કુલ 5 ઇસમોની સામે પાસા તેમજ જીલ્લા તડીપાર કરવામાં દરખાસ્ત કરેલ છે

*કુલ 8 વ્યક્તિને બિન જામીન લાયક ઈસમો ને પકડી જેલ હવાલે કરેલ

*2 નાસતા ફરતા આરોપીને પકડી જેલ હવાલે કરેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.