ધનસુરા ભાજપ ના કાર્યાલય નો શુભારંભ સાબરાંઠા લોકસભા ભાજપ ના ઉમેદવાર શોભનાબેન બારૈયા નો ધનસુરા ખાતે જનસંપર્ક અભિયાન મા ઠેર ઠેર સ્વાગત સાથે આવકાર. - At This Time

ધનસુરા ભાજપ ના કાર્યાલય નો શુભારંભ સાબરાંઠા લોકસભા ભાજપ ના ઉમેદવાર શોભનાબેન બારૈયા નો ધનસુરા ખાતે જનસંપર્ક અભિયાન મા ઠેર ઠેર સ્વાગત સાથે આવકાર.


સાબરાંઠા લોકસભા ના ચુંટણી ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો પણ ધકધકતી ગરમી મા પણ ચુંટણી ના પ્રચાર મા વ્યસ્ત થયી દિવસ અને રાત્રી ટેકેદારો સાથે જિલ્લા ના ખૂણે ખૂણે મતદારો નો સંપર્ક કરી મત આપવા અપીલ કરી રહયાં છે.જેમ જેમ મતદાન ના દિવસો નજીક આવતા જાય છે ત્યારે પ્રચાર પણ જોરશોર થવાનો છે ત્યારે નજીક ના દિવસો મા ઉમેદવારના જીતાડવા માટે સભાઓ પણ યોજાશે સાથે ચુંટણી પંચ દ્વારા જિલ્લા મા વધુ મા વધુ મતદાન ની ટકાવારી વધારવા માટે ઠેર ઠેર તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ અભિયાન ચલાવવા મા આવી રહ્યું છે. સાબકાંઠા ભાજપ ના ઉમેદવાર શોભાના બેન બારૈયા પ્રચાર મા જિલ્લા ના વિવિધ ગામો મા જોરશોર થી પ્રચાર કાર્ય મા લાગી ગયા છે. ધનસુરા તાલુકાઓ મા વિવિધ ગામો મા જોરશોર પ્રચાર મા જનતા નું સમર્થન મળી રહ્યું પ્રચાર દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ જનતા ને મળી રહ્યો છે. તેમ તેમણે જણાવ્યું હતુ .ધનસુરા ખાતે ચુંટણી પ્રચાર અર્થે રામજીમંદિર ખાતે પહોચતા મંદિરે પરત દર્શન કરી મહંતે ઉમેદવાર નુ સ કરી શ્રીફળ આપી સ્વાગત કર્યું હતું ત્યાર બાદ મંદિર થી નગર ના બજાર ખાતે જનતા ના આશીર્વાદ માટે નીકળ્યા હતા રસ્તા માં જનતાએ પણ ઉમેદવાર નું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ચારરસ્તા થી અમદાવાદ રોડ પર આવેલ ભાજપ કાર્યાલય નુ ઉદઘાટન કરાયું હતું જેમાં મોડાસા ધારાસભ્ય ભિખુસિંહ પરમાર. કાંતિભાઈ પટેલ.હિમાંશુ પટેલ. ચુંટણી ઈનચાર્જ. સરપંચ હેમલત્તા બેન પટેલ. જિલ્લા પંચાયત સદસ્ય હિરેન પટેલ. પ્રીતિબેન ઠેકડી. પુષ્પા બેન. મંત્રી નરેન્દ્રભાઇ પટેલ. યુવા મોરચા પ્રમુખ દુષ્યંત પટેલ. અવધેશ પટેલ. અનિલભાઈ પટેલ. દિનેશભાઈ સોનેરી . કતુભાઈ પટેલ સાથે જિલ્લા.તાલુકા સદસ્યો.હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો હાજર રહ્યા હતા .


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.