*વિજ્ઞાનપ્રવાહમાં સરકારી બોય્ઝ હાઈસ્કૂલ વેરાવળની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ* - At This Time

*વિજ્ઞાનપ્રવાહમાં સરકારી બોય્ઝ હાઈસ્કૂલ વેરાવળની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ*


*વિજ્ઞાનપ્રવાહમાં સરકારી બોય્ઝ હાઈસ્કૂલ વેરાવળની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ*
---------
ગીર સોમનાથ, તા.૦૯: શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વેરાવળ સરકારી બોય્ઝ હાઈસ્કૂલનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 75% નોંધાયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 75.71% પરિણામ નોંધાયું છે.

સરકારી બોય્ઝ હાઈસ્કૂલની વિદ્યાર્થીની શર્મા અંકિતા ઉમેશભાઈએ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જેમણે કુલ 650 ગુણમાંથી 615 ગુણ મેળવીને 99.89 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી A-1 ગ્રેડ મેળવ્યો છે.

ઝળહળતી સફળતા મેળવીને અંકિતાબહેન શર્માએ સરકારી બોય્ઝ હાઈસ્કૂલ વેરાવળ અને સરકારી શાળાનું ગૌરવ વધાર્યું છે. આચાર્ય શ્રી વી.બી.ખાંભલા અને શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને અઢળક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.