રક્ષા બંધન વિશે શાસ્ત્રીય સ્પષ્ટતા જેથી કરીને ખોટી માન્યતા માંથી બહાર નીકળીને લોકો સાચી શાસ્ત્રોકત માહિતી મેળવી શકે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dno1xdklclwp8bud/" left="-10"]

રક્ષા બંધન વિશે શાસ્ત્રીય સ્પષ્ટતા જેથી કરીને ખોટી માન્યતા માંથી બહાર નીકળીને લોકો સાચી શાસ્ત્રોકત માહિતી મેળવી શકે.


રક્ષા બંધન વિશે શાસ્ત્રીય સ્પષ્ટતા*

*ખાસ નોંધ - આ મેસેજ અન્ય તમામ લોકોને તાત્કાલિક મોકલશો જેથી કરીને ખોટી માન્યતા માંથી બહાર નીકળીને લોકો સાચી શાસ્ત્રોકત માહિતી મેળવી શકે.*

*તારીખ 11/08/2022.*
*ગુરુવારે સવારે 10:39 મિનિટે શ્રાવણ સુદ ચૌદશ પૂરી થાય છે* *અને સવારે 10:40 થી પૂર્ણિમા તિથિ બેસે છે.* *માટે રક્ષા બંધન તારીખ 11/08/2022 અને ગુરુવારે સવારે 10:40 થી જ છે.*
*તેથી શાસ્ત્રીય મતાનુસાર યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદનાં ભૂદેવોને (તૈતરિય શાખા) તારીખ 11નાં ગુરુવારે સવારે 10:40 પછી ઉપવિત (જનોઈ, યજ્ઞોપવિત)બદલવાની છે.* *ભૂદેવો ઉપરાંત જે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ જનોઈ પહેરે છે તે તમામ ભાઈઓ માટે પણ આ નિયમ લાગુ પડશે.*
*રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈના હાથે રક્ષા બાંધવા માટે તારીખ 11/08/2022 ગુરુવારે સવારે 10:40 થી જ આખા દિવસ દરમિયાન રક્ષા બાંધી શકાય છે.*
*અમુક લોકોના વાહિયાત મેસેજ અને વિડિયો દ્વારા ભદ્રા (વિષ્ટિ કરણ દોષ) વિશે ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ મકર રાશિમાં ચંદ્ર હોવાથી ભદ્રા પાતાળ લોકમાં વાસ કરતી હોવાથી પૃથ્વીલોક ઉપર એમનાં કોઈ પણ પ્રકારના દોષો લાગતા નથી માટે ગુરુવારે જ રક્ષા બંધન ની ઉજવણી કરવાની છે.*
*રક્ષા બાંધવા માટે ઉત્તમ મુહુર્ત સવારે 11વાગ્યા થી બપોરે 3:30 વાગ્યા સુધી ઉત્તમ છે ઉપરાંત સાંજે 5:15 થી રાત્રે 9:30 સુધી સારું છે.*

*તારીખ 12/08/2022 શુક્રવારે પૂનમ અને એકમ ભેગા હોવાથી શાસ્ત્રનાં મતાનુસાર રાખડી બાંધી શકાય નહીં તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી.*
રિપોટર:- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]