વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રી દ્વારા સન્માન

વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રી દ્વારા સન્માન


વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન

૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ બોટાદમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારા બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
૧ - શ્રી મથુરભાઇ સવાણી

બોટાદ જિલ્લાના ઘરેણાં સમાન ગઢડા તાલુકાના ખોપાળા ગામના વતની શ્રી મથુરભાઇ સવાણી બોટાદના સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ છે. તેમના ઉત્કૃષ્ઠ યોગદાન બદલ વર્ષ-૨૦૧૪માં ભારત સરકારશ્રી તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મથુરભાઇ સવાણીને વર્ષ-૨૦૦૧માં ગુજરાત સરકારશ્રી તરફથી રોપ્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મથુરભાઈએ સામાજિક પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન, જળસંગ્રહ, ખેડૂતવિકાસ સહિતના અનેક ક્ષેત્રોમાં અનેરૂં પ્રદાન આપ્યું છે. વર્ષ-૨૦૦૪માં ગુજરાત સરકારશ્રી તરફથી ૪૫મો ગુજરાત ગૌરવદિન સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને ગામ સમિતિઓ દ્વારા તેમને ૧૫૦૦થી વધારે પુરસ્કાર એનાયત કરવામાં આવી ચુક્યા છે

ઉદ્યોગપતિ શ્રી ભુપેન્દ્રકુમાર ચુનીલાલ મકવાણાએ ભારતમાં ક્લચ બેરીંગ્સનું ઉત્પાદન કરી ટેકનોલોજી બાબતે સમગ્ર ભારતમાં ડંકો વગાડી દીધો છે. રાણપુર સ્થિત તેમની કંપની ટેક્ષસ્પીન બેરીંગ્સ લી.એ હાલમાં ભારત તથા વિશ્વભરના દેશોમાં વિવિધ પ્રકારની બેરીંગ્સ જેવી કે, ક્લચ બેરીંગ્સ, એન્‍જીન બેરીંગ્સ, સ્ટીયરીંગ બેરીંગ્સ, વ્હીલ બેરીંગ્સ, સસ્પેન્‍સર બેરીંગ્સ, તથા ઓટોમોટીવ પાર્ટ્સના ઉત્પાદન તથા સપ્લાયથી ઓ.ઈ.એમ.પાર્ટનર તરીકે નામના મેળવી છે. હાલમાં રાણપુર ખાતે કંપનીના બે પ્લાન્‍ટ કાર્યરત છે. જેમાં પ્રત્યક્ષ રીતે આશરે ૫૦૦૦ લોકો રોજગારી મેળવી રહ્યા છે. વધુમાં આગામી દિવસોમાં નવી ૧૫૦૦ લોકોની રોજગારી સર્જન કરવાનું લક્ષ્યાંક છે. ટેક્ષસ્પીન બેરીંગ્સ લિમિટેડ માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સુત્ર ‘મેક ઈન ઈન્‍ડિયા’ને સાર્થક કરી રહી છે.

૩- શ્રી મીતેનભાઇ રાજેન્દ્રકુમાર મકવાણા

રાણપુરના ઉદ્યોગપતિ શ્રી મીતેનભાઇ રાજેન્દ્રકુમાર મકવાણાની કંપની RMP બેરીગ્સ લીમીટેડ વર્ષ ૧૯૭૮થી કાર્યરત છે. RMP બેરીગ્સ લીમીટેડ ડિઝાઇન અને નવીનતામાં મોખરે છે. કંપની ઓટોમેટીવ અને ટેકસટાઇલ્સ ઉદ્યોગ માટે મુખ્ય સપ્લાયર બની છે અને અત્યાધુનિક ઉત્પાદનો કરવામાં અગ્રેસર છે.

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »