એટ હોમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલ બન્યાં આકર્ષકનું કેન્દ્ર

એટ હોમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલ બન્યાં આકર્ષકનું કેન્દ્ર

એટ હોમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલ બન્યાં આકર્ષકનું કેન્દ્ર

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન ઝીલ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સ્ટોલમાં પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત કરવામાં આવેલા શાકભાજી, અનાજ-કઠોળ સહિતનાં ખેતપેદાશોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

Report, Nikunj Chauhan
7575863232

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »