મહેમદાવાદ રેલ્વે પોલીસ (G.R.P) ના બે જવાનોએ મૃતકના પરિજનોની આર્થિક મદદ કરી મનાવતા મહેકાવી. - At This Time

મહેમદાવાદ રેલ્વે પોલીસ (G.R.P) ના બે જવાનોએ મૃતકના પરિજનોની આર્થિક મદદ કરી મનાવતા મહેકાવી.


ગુજરાત રાજ્ય વેસ્ટર્ન રેલ્વે વડોદરા વિભાગીય નડિયાદ રેલવે પોલીસની આઉટ પોસ્ટ મહેમદાવાદ રેલવે ચોકી ની હદમાં ગત તારીખ ૭ ઓક્ટોબર ૨૦૨૨ના સવારે સોમનાથ જબલપુર એક્સપ્રેક્ષ માંથી મૂળ આસામ રાજ્ય ના રહેવાસી અને મજૂરી અર્થે આવેલ સુનિલ અને અજના ચાલુ ટ્રેન માંથી મહેમદાવાદ તરફથી કાચ્છઇ ગામ તરફ જતા ફાટક પાસે પટકાઈ જતા સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું ,

રેલ્વે પોલીસે આ ઘટના સંદર્ભે અકસ્માત ના ગુનાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતક પરિવારની શોધ ખોળ હાથ ધરી હતી અને ટેલિફોન મારફતે મૃતક ના ભાઈ નો સંપર્ક કરેલો જે લોકો મૃતક નો મૃતદેહ જોઈ ઓળખી બતાવેલ કે તેના ભાઈ ભાભી છે આથી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતક ના સ્વજનો ને મૃતદેહ સોંપવાની કામગીરી કરી હતી ત્યાં હાજર રહેલા સ્વજનો એ જણાવેલ કે અમારી પાસે એક રૂપિયો નથી કે અમે અંતિમ સંસ્કાર કરી શકીએ આ વાત સાંભળી તેઓ ને રહેવા જમવા ની વ્યવસ્થા હેડ કોન્સ્ટેબલ ગણપતસિંહ,પો.કો.દિગુભા એ તાત્કાલિક કરી હતી સાથે સાથે અંતિમક્રિયા માટે પોતાના અંગત પગાર ના નાણાં ઉપયોગ કરી આશરે ( ૫૦૦૦ )પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચ તેઓ બંને પોલીસ કર્મચારીઓ કરેલ અને સાચેજ પોલીસ પ્રજા ની રક્ષક સાથે મિત્ર છે જે સૂત્ર સાર્થક કર્યું હતું , આ સાથે ગુજરાત પોલીસ વિભાગ માટે ઉદાહરણ રૂપ બનતા આ બંને પોલીસ કર્મચારીઓ ની આ કામગિરી થી સમાજમાં માનવતા મહેકી ઉઠી હતી,

પોલીસ ખોટું કરે તો તુરંત ખોટા બતાવી દેવામાં આવે છે મીડિયા ટ્રાયલ ચલાવી દોષિત ઘોષિત કરી દેવામાં આવતા હોય છે પરંતુ અહીંયા જે વાસ્તવિકતા જોતા તાત્કાલિક મૃતક ના પરિવાર ને મદદ કરનાર પોલીસ મિત્રો નો તમામ જાહેર જનતા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.