સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડો : બે પ્રશ્નપત્રો તાબડતોબ બદલાયાઃ પરીક્ષકને ૧૦ હજારનો દંડ અને પરીક્ષામાંથી હકાલપટ્ટી - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડો : બે પ્રશ્નપત્રો તાબડતોબ બદલાયાઃ પરીક્ષકને ૧૦ હજારનો દંડ અને પરીક્ષામાંથી હકાલપટ્ટી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પરીક્ષા વિભાગ દ્વારા તમામ કેન્દ્રો ઉપર પરીક્ષા વ્યવસ્થા સંગીન ગોઠવવામાં આવી છે ત્યારે પરીક્ષાના છબરડા ફેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ફરી પાછો છબરડો થયો છે.
જાણવા મળતી વિગતો મુજબ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. તેમાં બીએસસી આઈટી અને બીએસઈ માઈક્રો બાયોલોજીના પ્રશ્નપત્ર સદંતર વિચિત્ર રીતે પ્રસિદ્ધ કરવામાં આવતા ભારે દેકારો મચી ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ભારે દોડધામના અંતે તાબડતોબ નવા પ્રશ્નપત્ર પ્રસિદ્ધ કરવાની ફરજ પડી હતી.
જાણવા મળતી વિગતો મુજબ બીએસસીઆઈટીમાં ડોટનું પ્રશ્નપત્ર હતુ અને બીએસસી માઈક્રો બાયોલોજીનું પ્રશ્નપત્ર હતુ જે સવારે ૮ વાગ્યે વિદ્યાર્થીઓને પશ્નપત્ર આપતા જ સૌ કોઈ પ્રશ્નપત્ર જોઈને ચોંકી ઉઠ્યા હતા કે આવુ તો કંઈ અભ્યાસક્રમમાં નથી. આ અંગે સુપરવાઈઝરને તુરંત જાણ કરવામાં આવી હતી. સુપર વાઈઝરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં જાણ કરતા છબરડો થયો હોવાનું માલૂમ પડતા તુરંત ઈમેઈલ મારફત નવુ પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યુ હતું.
પરીક્ષકની ગંભીર બેદરકારી બદલ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષકને રૃા.૧૦ હજારનો દંડ ફટકારી અને પરીક્ષાની કામગીરીમાંથી ડિબાર્ડ કર્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં અનેક ગેરરીતિઓ બહાર આવે છે ત્યારે ભાજપના આગેવાનો કુલપતિ ગીરીશ ભીમાણીની નજીકના વ્યકિતઓની કોલેજમાં ચેકીંગ સ્કવોડ ન મોકલવાનો મુદ્દો હાલ ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.