મેંદરડા કેનેડીપુર વચ્ચે મધુવંતી નદીનો પુલ ધોવાયો ખેડૂતો સહિતનાઓ મુશ્કેલીમાં મુકાયા - At This Time

મેંદરડા કેનેડીપુર વચ્ચે મધુવંતી નદીનો પુલ ધોવાયો ખેડૂતો સહિતનાઓ મુશ્કેલીમાં મુકાયા


કેનેડીપુર થી અંબાડા જતા રોડ પર મધુવંતી નદી નો પુલ માં ગામડા પડતા ધોવાઈ જવાના કારણે ખેડૂતો સહિતનાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામથી અંબાળા તરફ જતા રોડ પર મધુંતી ડેમના નીચાણવાળા વિસ્તાર માંથી મધવંતી નદી પસાર થાય છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાથી નદી પરનો પુલ કોજવે માં ગાબડું થવા પામેલ છે જેના લીધે અંબાળા કેનેડીપુર સહિતના વિસ્તારોના ખેડૂતો મજૂરો સહિતનાઓ લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ઉપરોક્ત બાબતે આ વિસ્તારના ખેડૂતો સહિતનાઓ દ્વારા ત્રણ વર્ષ પહેલાં ચોમાસામાં આ પુલ બિલકુલ ધોવાઈ ગયેલ હતો ત્યારે જે તે વખતે સરકાર શ્રીમાં અને લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવામાં આવેલ હતી છતાં કોઈપણ પ્રકારે કામગીરી કરવામાં આવેલ નથી ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લઈ કામગીરી કરવામાં આવેલ નહીં જેના ભોગે આજે આ વિસ્તારના ખેડૂતો સહિતના લોકો પરિણામ ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા કામગીરી ન થતા અંતે ના છૂટકે ખેડૂતો સહિતનાઓ દ્વારા સ્વખર્ચે રીપેરીંગ કરી રસ્તો શરૂ કરવામાં આવેલ હતો ત્યારથી અત્યાર સુધીમાં કેમ કોઈ અધિકારી અહીં ફરક યા નથી કે કોઈ પણ રાજકીય નેતાઓ એ અહીં આવવાની તસ્દી લીધી નથી
કેનેડીપુર થી અંબાળા તરફ જતો રોડ માત્ર આ બંને ગામને જ નહીં પણ ડેડકીયાળી ચાંદ્રાવાડી,અમરાપુર, જલંધર દેવળીયા પાર્ક, સહિતના ગામો અને તાલુકા કક્ષાના માળીયા કેશોદ અને ત્યાંથી ગીર સોમનાથ સહિતના ફરવા લાયક સ્થળોએ જવાનો માર્ગ ગીર વિસ્તાર માંથી પસાર થતો હોય જેથી લોકો ખુબ મોટાં પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે વાહન વ્યવહારને સીધી અસર થયેલ છે
હાલ આ રોડ બંધ થવાથી ખેડૂતોએ પોતાના ખેતરે ગાય ભેંસ સહિતના પશુઓ બાંધેલા હોય જેના માટે ઘાસ નીરણ પાણી કરવા માટે મેંદરડા થઈ વીસ કિલોમીટર નું અંતર કાપી ફરીને ખેતરે જવું પડે છે આ પુલ ધોય જવાથી ૫૦ થી ૬૦ જેટલા ખેડૂતોની ખેતી ની જમીન નદીના સમાગે આવેલ જ્યાં પહોંચી નથી શકતા સત્વરે મહામુસીબત નો સામનો કરી રહ્યા છે
આ વિસ્તારના ખેડૂતો સહિતના લોકો દ્વારા મેંદરડા મામલતદાર ડોડીયા અને જિલ્લા કલેકટર,જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ,પોરબંદર સાંસદ,ધારાસભ્ય,જિલ્લા પંચાયત સદસ્ય હરેશ ઠુંમર જિલ્લા પંચાયત સદસ્ય સાસણ સીટ સહિતનાઓને લેખિત જાણ કરી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવેલ છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.