ઉપરી અધિકારીના ત્રાસથી મહેન્દ્ર ફાયનાન્સ કંપનીના કર્મીનો આપઘાત - At This Time

ઉપરી અધિકારીના ત્રાસથી મહેન્દ્ર ફાયનાન્સ કંપનીના કર્મીનો આપઘાત


શહેરના કાલાવડ રોડ પર આવેલી શ્રીજી હોટલ પાસે સામ્રાજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ પાલનપુરના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મૃતકના મહેન્દ્ર ફાયનાન્સ કંપનીના ઉપરી અધિકારીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળતા પોલીસે બે અધિકારીઓ સામે આપઘાતની ફરજ પાડ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાલનપુરમાં રહેતા ઉદેસિંહ ધુડાજી ચૌહાણ (ઉ.વ.43) તાલુકા પોલીસ મથકમાં મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના રાહુલ અજય સોમવંશી અને સુરેશ દાનસંગ જોષી નામના શખ્સો સામે પોતાના ભાઈ બાબુસિંગ ચૌહાણ (ઉ.વ.40)ને આપઘાતની ફરજ પાડયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની નોંધ મહેન્દ્ર ફાયનાન્સ કંપનીના બે અધિકારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બાબુસિંગ ચૌહાણ ઇ.સ.2007માં મહેન્દ્ર ફાયનાન્સ કંપનીમાં નોકરીએ લાગ્યા હતા. ત્યાર બાદ દસ વર્ષ નોકરી કર્યા બાદ પાલનપુર બાદ પાટણ અને હિંમતનગર પણ ફરજ બજાવી હતી. પરંતુ ગત તા.1લી એપ્રિલથી બાબૂસિંગ ચૌહાણ રાજકોટ નોકરી પર હાજર થયા હતાં. ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ બાબુસિંગ દ્વારા તેમના મોટા ભાઈઓને અનેક વખત મહિન્દ્રા ફાયનાન્સના ઉચ્ચ અધિકારી રાહુલ સોમવંશી અને સુરેશ જોશી પજવણી કરતા હોય અને તને શાંતિથી નોકરી નહિ કરવા દઈ, મોટી મેટરમાં ફસાવી દેશું તરે મરવું હોય તો મરી જા તેવી ધમકીઓ આપતા હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ રાજકોટ પોતે એકલા ફરજ પર આવ્યા હતા અને પરિવારજનો વતનમાં રહેતા હતા. ગઇ કાલે બાબુસિંગના સહકર્મીએ ફોન કરતા બાબુસિંગે ફોન ન ઉપાડતાં ઘરે જોઈ તપાસ કરતા તેમનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.