છેડતી મામલે સમજાવવા ગયેલા દંપતી સહિત ત્રણને પાડોશીએ પાઇપ-છરી વડે માર માર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cup3ntskroeccglq/" left="-10"]

છેડતી મામલે સમજાવવા ગયેલા દંપતી સહિત ત્રણને પાડોશીએ પાઇપ-છરી વડે માર માર્યો


ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં ગઈકાલે રાત્રીના સમયે છેડતી મામલે સમજાવવા ગયેલા દંપતી સહિત ત્રણને ચારેક શખ્સોએ ધોકા છરી વડે હુમલો કર્યો હતો.તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડયા હતા. વધુ વિગતો મુજબ,આંબેડકરનગરમાં રહેતા રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ(ઉ.વ.26),તેમના પત્ની મનીષાબેન(ઉ.વ.26) અને તેમના પિતા બાબુભાઈ કેશુભાઈ(ઉ.વ.60)ને પાડોશીના રહેતા પાર્થ ગોહેલ,પાયલ ગોહેલ,ભાવેશ અને સુરજ ચૌહાણ સહિતનાઓએ ધોકા છરી વડે હુમલો કર્યો હતો.ઘવાયેલા તમામને સારવારમાં ખસેડાયો છે. રાહુલભાઈના જણાવવા મુજબ પાડોશીની છોકરીની અપૂ નામનો શખ્સ હેરાન કરતો હતો જેથી તેમણે પાર્થ બોલાવે તેમ કહી ઘરની બહાર બોલાવી હુમલો કર્યો હતો.આ અંગે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]