110 દિવસ બાદ રાજ્યમાં 200થી વધુ નવા કેસ; 228 નવા કેસ સામે 117 રિકવર, 1102 એક્ટિવ કેસ - At This Time

110 દિવસ બાદ રાજ્યમાં 200થી વધુ નવા કેસ; 228 નવા કેસ સામે 117 રિકવર, 1102 એક્ટિવ કેસ


રાજ્યમાં હાલ 1102 એક્ટિવ કેસ, 3 દર્દી વેન્ટિલેટર પર અને 1099 દર્દીઓની હાલત સ્થિર.

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે. જ્યારે 117 દર્દી સાજા થયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ 230 કેસ હતાં. આજે અમદાવાદ શહેરમાં 100 વધુ 114 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.02 ટકા થયો છે. તો એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર થયો છે અને હાલમાં 1102 એક્ટિવ કેસ છે. 17 જિલ્લા અને 6 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસવડોદરા શહેરમાં 26, સુરત શહેરમાં 20, રાજકોટ શહેરમાં 12, જામનગરમાં 7, સુરત જિલ્લામાં 6 તથા નવસારીમાં 5 કેસ નોંધાયા છે.

જ્યારે ભરૂચ ગાંધીનગર, ગાંધીનગર શહેર અને વડોદરા જિલ્લામાં 4-4, આણંદ, મહેસાણા અને વલસાડ જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, અમરેલી, કચ્છ અને મોરબી જિલ્લામાં 2-2 કેસ નોંધાયો છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 16 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.