કળસાર કુમાર શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજનના સંચાલકના કકળાટ ને કારણે બાળકો મધ્યાહન ભોજનથી વંચિત - At This Time

કળસાર કુમાર શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજનના સંચાલકના કકળાટ ને કારણે બાળકો મધ્યાહન ભોજનથી વંચિત


ભાવનગર જીલ્લાના મહુવાના તાલુકાના કળસાર ગામે આચાર્ય અને મધ્યાન ભોજનના સંચાલન વચ્ચે તુતુ મેમે થતા બાળકો ને મધ્યાન ભોજન બંધ થયાની ચર્ચા ચાર દિવસથી વાલીઓમાં ચાલી રહી હતી તેના કારણે કુમાર શાળાના બાળકો મધ્યાન ભોજનથી વંચિત છે આચાર્ય અને મધ્યાન ભોજનના સંચાલન વચ્ચે વિવાદના કારણે મધ્યાન ભોજન વગર બાળકોને સેવ મમરા ખવડાવી ને ગાડુ રોડવાય છે સરકાર શ્રી દ્વારા તા.૧૩-૬-૨૨ ના રોજથી મધ્યાન ભોજન બાળકોને આપવા માટેનો પરીપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે તેમ છતાં કેમ કળસાર ગામે કુમાર શાળાના બાળકો ને ભોજન નથી મળતુ વિવાદ આચાર્ય અને સંચાલક વચ્ચેનો છે તેમાં બાળકોનો શું વાંક કન્યા શાળામાં રાબેતા મુજબ ભોજન ચાલુ છે તો કુમાર શાળામાં બાળકોને કેમ ભોજન બંધ? આચાર્ય અને સંચાલકના અભિમાન માટે બાળકોને ૪ દિવસથી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે આચાર્ય કે મધ્યાહન ભોજનના સંચાલન કોની મન માનીના લીધે ૧૮૦ થી ૨૦૦ બાળકોને ભોજન તરસોડી રહ્યા છે આવા તેમજ કળસાર ગામની કુમારના કોઈ જવાબદાર અધિકારી છે કે પછી તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ એવા અનેક સવાલો વિધાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોના ચર્ચામાં ચાલી રહ્યા છે

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon