આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે ગોધરા બી.આર.જી.એફ હોલ ખાતે ઓબ્ઝર્વરશ્રીઓની હાજરીમાં માઈક્રો ઓબ્ઝર્વરોને તાલીમ આપવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cr4qmy5l8hubnzmg/" left="-10"]

આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે ગોધરા બી.આર.જી.એફ હોલ ખાતે ઓબ્ઝર્વરશ્રીઓની હાજરીમાં માઈક્રો ઓબ્ઝર્વરોને તાલીમ આપવામાં આવી


ગોધરા
ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે પંચમહાલ જિલ્લામાં ચૂંટણીલક્ષી નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તાએ,મતદાન મથક પરની મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પર દેખરેખ રાખવા તેમજ આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરવામાં આવે, તે માટે માઈક્રો ઓબ્ઝર્વર તરીકેની ફરજો- કામગીરી અંગે વિસ્તૃત સમજણ આપી હતી.
આ તાલીમમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી શક્તિસિંહ રાઠોર, શ્રી દેબાજ્યોતિ દત્તાએ ઉપસ્થિત રહી, પ્રશ્નોત્તરી દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને સોંપવામાં આવેલી કામગીરી વિશે વધુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]