ઓનલાઈન પેમેન્ટમાં ફ્રોડ કરનાર ઇસમને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન - At This Time

ઓનલાઈન પેમેન્ટમાં ફ્રોડ કરનાર ઇસમને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન


ઓનલાઈન પેમેન્ટમાં ફ્રોડ કરનાર ઇસમને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન

તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પો.સ્ટે. ખાતે આવી જણાવેલ કે તા.૧૫/૦૩/૨૦૨૪ ના ક.૦૯/૦૦ થી ક.૦૯/૩૦ વાગ્યાના અરસામાં ગુજરાત ઓનલાઈન, મહિલા મંડળ રોડ ખાતે આવેલ દુકાને કોઈ અજાણ્યો ઇસમ આવી અરજદારને ૨૦,૦૦૦/- રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા માટે કહેલ, જેથી અરજદારે તેમના મિત્રના મોબાઈલ નંબર પર ૨૦,૦૦૦/- રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવા કહેલ. પરંતુ તે અજાણ્યા ઇસમે ઓનલાઈન ટ્રાન્જેક્શન થઇ ગયેલ હોય તેવો ખોટો સ્ક્રીનશોટ બતાવી અરજદાર પાસેથી ૧૯,૮૦૦/- રોકડ રૂપિયા લઈને ત્યાંથી નીકળી ગયેલ,થોડીવારબાદઅરજદારને જાણ થયેલ કે તેના મિત્રના મોબાઈલ નંબર પર ૨૦,૦૦૦/- રૂપિયા આવેલ ન હતા, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી હવેલી ચોક લોકેશનના કેમેરાની મદદથી સદર ઇસમની મો.સા.નો રજી.નં. GJ-01-JF-5147 શોધી એલર્ટ નખાવી વોચમાં રહેતા તા.૧૭/૦૩/૨૦૨૪ ના રોજ ક.૨૦/૩૦ વાગ્યે ત્રિકોણી ખોડીયાર લોકેશન ખાતે એલર્ટ આવતા ફરજ પરના પોલીસ કર્મચારી તુરંત જ સ્થળ પર જઈ મો.સા. ચાલકને નેત્રમ ખાતે લાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પો.સ્ટે. નાઓને સોપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.