જામનગરમાં મુખ્યમંત્રીની મુલાકાત સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાતાં ભારે દોડધામ

જામનગરમાં મુખ્યમંત્રીની મુલાકાત સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાતાં ભારે દોડધામ


- પોલીસ તંત્રએ ટીંગા ટોળી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવક કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરીજામનગર તા.06 ઓગસ્ટ 2022,શનિવાર જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આગમન થયું હતું, અને લમ્પિ વાયરસ સંબંધે કલેકટર કચેરીમાં બેઠક યોજી રહ્યા હતા, જે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ગાયોના મૃત્યુના મુદ્દે કલેક્ટર કચેરીના પટાંગણમાં પહોંચી જઈ પોતાના પર કેરોસીન રેડી આત્મવિલોનનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ સમયે ફરજ પર હાજર રહેલા પોલીસ સ્ટાફે સતર્કતા દાખવી હતી, આ સમયે પોલીસે ટીંગાટોળી કરીને પ્રમુખની અટકાયત કરી લઈ પોલીસ મથકે લઈ જવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »