ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો

જામનગર તા.06 ઓગસ્ટ 2022,શનિવારદેશના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા, જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »