અકસ્માત માં બે બાળકો સહિત પાંચના ઘટનાસ્થળે મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/coe00ij2gxugx1ro/" left="-10"]

અકસ્માત માં બે બાળકો સહિત પાંચના ઘટનાસ્થળે મોત


અકસ્માત માં બે બાળકો સહિત પાંચના ઘટનાસ્થળે મોત

ધંધુકા નજીક ટ્રક અને કાર વચ્ચે અસ્માત સર્જાતા બે બાળકો સહિત પાંચના ઘટનાસ્થળે મોત

અમદાવાદ થી ઝીંઝર ગામે જતા પરિવારને નડ્યો અસ્માત

ધંધુકા બગોદરા હાઈવે આજે ફરી રકતરંજિત બન્યો છે. ધંધુકાના હરિપુરા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અસ્માતસર્જાતા કારમા સવાર એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. “ મૃતક રાજેન્દ્રસિંહ કરણસિંહ ચુડાસમા પોતાના પરિવાર સાથે અમદાવાદ થી પોતાના વતન ઝીઝર ગામે જઈ રહયા હતા ત્યારે રસ્તામાં અકસ્માત ભરખી જતાં બે બાળકો સહિત એકજ પરિવારના પાંચ વ્યકિતના ઘટનાસ્થળમોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાથી ગામમાં પણ ચક્ચાર મચી છે. આ બનાવ અંગે જાણ થતાં ફેદરા ઈમરજન્સી એમ્બ્યુલન્સ ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી તમામને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે ઉપરાંત ધંધુકા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવી જરૂરી તપાસ હાથ હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]