ફોરેસ્ટરોને માર મારવાના ચકચારી ગુન્હામાં મેંદરડા તાલુકાનાં કરસનગઢ ના સરપંચ અને તેના મિત્રનો નિર્દોષ છુટકારો - At This Time

ફોરેસ્ટરોને માર મારવાના ચકચારી ગુન્હામાં મેંદરડા તાલુકાનાં કરસનગઢ ના સરપંચ અને તેના મિત્રનો નિર્દોષ છુટકારો


ફોરેસ્ટરોને માર મારવાના ચકચારી ગુન્હામાં મેંદરડા તાલુકાના કરસનગઢ ના સરપંચ સહીત એક નો નિર્દોષ છુટકારો
મેંદરડા તાલુકાના કરસનગઢ ગામે આવેલ ઇંધાણીયા બંગલા પાસે જંગલ વિસ્તારના રસ્તે સન ૨૦૧૭ ની સાલમાં આ ઇંધાણિયા બંગલાના માલિક જેવો હાલ કરસનગઢ ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે.અને જેતપુર સ્ટેટ રાજવી પરિવાર ના વંસજ મહારાજ કુમાર સમીર વાળા અને તેના મિત્ર
અનક જલુ ને જંગલના રસ્તે ચાલવા બાબતે ફોરેસ્ટરો સાથે માથાકૂટ થયેલ હતી જેમાં બંને પક્ષે સામ સામે ફરિયાદો થયેલ હતી જે પૈકી આ બંને આરોપીઓ વિરુદ્ધ સરકારી કર્મચારીઓને ફરજમાં રુકાવટ અને માર મારવા ગાળો આપવી જાનથી મારી નાખવા ધમકી આપવી વગેરે જેવા ગુનાઓ બાબતે મેંદરડાની કોર્ટમાં કેસ ચાલી ગયેલ હતો જેમાં ફરિયાદી પક્ષે ઘણા બધા સાહેદો તપાસ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ લેખિત પુરાવાઓ પણ રજુ કરવામાં આવેલ હતા
જે કેસમાં આરોપીઓ વતી વકીલ સુરેશ પરમાર રોકાયેલ હતા કેસના અંતિમ તબક્કે બંને પક્ષોની દલીલો થયેલ જેમાં આરોપીઓ વતી વકીલ સુરેશ પરમાર એ ચાલુ કેસમાં ફરિયાદી પક્ષના સાક્ષીઓની જુબાનીઓમાં આવેલ વિરોધાભાસ જરૂરી હકીકતો સંદર્ભે સાક્ષીઓએ કરેલ ઓમીશન, તેમજ ફરિયાદ પક્ષના કેસમાં ઉપસ્થિત થતી શંકાઓ બાબતે ધારદાર દલીલો કરેલ હતી અને પોતાની દલીલોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરેલ હતા
સમગ્ર કેસનાં અંતે મેંદરડા અદાલતે વકીલ સુરેશ પરમાર ની દલીલોને ધ્યાને લઈ બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા ચૂકાદો આપેલ હતો
ચુકાદાબાદ આરોપીઓના વકીલ સુરેશ પરમાર એ જણાવેલ હતું કે આ ગુનો કોઈ સામાન્ય પક્ષકારો વચ્ચેનો ન હતો આ કામના આરોપીઓ એક સમયના જેતપુર સ્ટેટ ના રાજવી પરિવારના વંશજ મહારાજ કુમાર સમીર વાળા છે જ્યારે ફરિયાદી પક્ષ જંગલ ખાતા ના સરકારી કર્મચારીઓ છે આ તકરાર બાબતે બંને પક્ષોની લડાઈ ગુજરાત હાઇકોર્ટ સુધી ગયેલ હતી તેવા સંજોગોમાં આ કેસમાં કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવેલ છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા9924390305


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.