એસટી વિભાગ નો સપાટો:નો-પાર્કીંગ ઝોનનો ભંગ કરતા 109 ખાનગી વાહનો ડિટેઈન કરી લેતી એસ.ટી.ની વિજીલન્સ - At This Time

એસટી વિભાગ નો સપાટો:નો-પાર્કીંગ ઝોનનો ભંગ કરતા 109 ખાનગી વાહનો ડિટેઈન કરી લેતી એસ.ટી.ની વિજીલન્સ


રાજકોટ એસ.ટી. વિભાગની વિજીલન્સ શાખા અને લાઈન ચેકીંગ સ્કવોડ ગત માસ દરમ્યાન પણ કાર્યરત રહેવા પામી હતી અને મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતા અને ખાનગી વાહનો સામે તથા કટકી કરતા કંડકટરો અને મફતમાં મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની રાજકોટ એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર વિજીલન્સ શાખાએ ગત માસ દરમ્યાન રાજકોટ ડિવિઝનની વિવિધ વિસ્તારોમાં કરેલા ચેકીંગ દરમ્યાન નો-પાર્કીંગ ઝોનનો ભંગ કરતા 109 ખાનગી વાહનો ડિટેઈન કરી લીધા હતા.
આ ખાનગી વાહન ચાલકો ગેરકાયદેસર મુસાફરોની હેરફેર કરતા ઝડપાયા હતા. આવા વાહન ધારકને તંત્રએ કુલ રૂા.7.25 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જયારે, લાઈન ચેકીંગ સ્કવોડએ ગત માસ દરમ્યાન હાઈવે ઉપર જુદા-જુદા રૂટોની 195 બસો ચેક કરી હતી અને કટકી કરતા બે કંડકટરોને ઝડપી લીધા હતા તેમજ મફતમાં મુસાફરી કરતા 21 ખુદાબક્ષ મુસાફરોને પણ ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.