ધ્રાંગધ્રા શહેરના શીતળા માતાના મંદિર સહીત બે મંદિરોમા તસ્કરો ત્રાટક્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ugznioimarhkpmzh/" left="-10"]

ધ્રાંગધ્રા શહેરના શીતળા માતાના મંદિર સહીત બે મંદિરોમા તસ્કરો ત્રાટક્યા.


દાન પેટીની રકમ સહિતની ચોરી થઈ.

ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે જ્યારે પોલીસ પેટ્રોલિંગની નિષ્ક્રિયતા પણ દેખાઇ રહી છે થોડાક દિવસ પહેલા ધ્રાંગધ્રા શહેરની બે અલગ અલગ સોસાયટીના રહેણાકી મકાનમાં પણ ચોરીની ઘટના બની હતી હજુ તેના આરોપીઓ પકડાયા નથી ધરફોડ ચોરીઓ, ટી.સી ઓમાથી કિંમતી સામાનની ચોરીઓના બનાવો પોલીસ માટે એક ચેલેન્જ બની ચૂકી છે અને બીજી બાજુ પોલીસના રાત્રી પેટ્રોલિંગ તથા કાયદો વ્યવસ્થા ઉપર સવાલો સેવાઈ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાના મંદિરે મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા મંદિરના પુજારી દ્વારા મળતી માહિતી મુજબ મંદિરના તમામ રુમો સહિત મંદિરોના તાળાઓ ટોડી દાનપેટી તથા બધી વસ્તુઓ ચોરી ગયાનું જણાવ્યું હતું જ્યારે બીજી બાજુ ધ્રાંગધ્રા શહેરના કલ્યાણેશ્ર્વર મહાદેવના મંદિરે પણ ચોરીની ઘટના બની હતી તેમના મંહત દ્વારા મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ચોરોએ મંદિરમા પ્રવેશ કરી બધા રુમોના તાળાઓ તથા મંદિરના તાળાઓ તોડી દાનપેટીની રકમ સહિત ચીજ વસ્તુઓ ચોરી થયાનું જાણવા મળ્યું હતું મંહત દ્વારા ધ્રાંગધ્રા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા બન્ને મંદિરોમાં થયેલ ચોરીઓ વિશે તપાસ કર્યા પછી બન્ને મંદિરોમાં થયેલ ચોરીઓની વિગતો સામે આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]