રાજકોટમાં ફર્સ્ટ શો જોનારે કહ્યું- શાહરૂખનું 4 વર્ષ બાદ કમબેક, બોક્સ ઓફિસ પર સુપરડુપર સાબિત થશે

રાજકોટમાં ફર્સ્ટ શો જોનારે કહ્યું- શાહરૂખનું 4 વર્ષ બાદ કમબેક, બોક્સ ઓફિસ પર સુપરડુપર સાબિત થશે


બોલિવૂડની ફિલ્મ પઠાનને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે. રાજકોટના પણ તમામ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થઈ છે. પરંતુ એક પણ સિનેમાઘરની બહાર ફિલ્મનું પોસ્ટર લગાવવામાં આવ્યું નથી. જોકે, તમામ સિનેમાઘરોની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે ફિલ્મના પહેલા દિવસે જ શહેરના દરેક સિનેમાઘરોમાં પઠાનના તમામ શો હાઉસફૂલ થઈ ગયા છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઇ સિનેમાઘરની બહાર નિકળેલા રાજ સંપટે જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને 4 વર્ષ બાદ કમબેક કર્યું છે, બોક્સ ઓફિસ પર સુપરડુપર સાબિત થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »