આવશ્યક સેવામાં ફરજ બજાવતા સેવા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા વિશે માહિતગાર કરતા અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bnmh1ls1o4b976lv/" left="-10"]

આવશ્યક સેવામાં ફરજ બજાવતા સેવા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા વિશે માહિતગાર કરતા અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા


પંચમહાલ જિલ્લા નિવાસી અધિક ક્લેકટરશ્રીના અધ્યક્ષપદે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ

આવશ્યક સેવા કર્મીઓએ ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે

ગોધરા

ભારતના ચુંટણી પંચની સુચનાઓ પરત્વે Absentee Voterson“Essential Service” આવશ્યક સેવામાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.જેના અનુસંધાને પંચમહાલ નિવાસી અધિક ક્લેકટરશ્રી એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે નોડલ અધિકારીઓશ્રીઓની તાલીમ યોજાઇ હતી.

નિવાસી અધિક ક્લેકટરશ્રીએ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓશ્રીઓને જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને ચૂંટણી સાથે સંકળાયેલા આવશ્યક સેવાકર્મીઓ પોતાની ફરજ બજવણી સાથે લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શકે તે સુનિશ્ચિત કરવાનું છે. આ સાથે તમામ અધિકારીઓએ પોસ્ટલ બેલટથી મતદાન કરાવવા માટે નિયત ફોર્મ-૧૨(ડી) મેળવવા, નિયત ફોર્મ-૧૨(ડી) ચુંટણી અધિકારીશ્રીને પહોચાડવા, ટપાલ મતપત્રો ઇશ્યુ કરવાના રહશે. તેમજ PVC(પોસ્ટલ વોટીંગ સેન્ટર)ખાતે મતદાન કરવાની સંપુર્ણ પ્રક્રિયા જેવી તમામ બાબતો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

નોંધનીય છે કે, આવશ્યક સેવાઓ તરીકે વીજળી વિભાગ,બીએસએનએલ, રેલવે,આરોગ્ય વિભાગ,દૂરદર્શન,ઓલ ઇન્ડિયા રેડિયો,ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ,ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા એક્રેડીટેડ મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને જાહેર કરવામાં આવી છે. આ સેવામાં જોડાયેલા વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.

પંચમહાલ જિલ્લામાં પોલ ડે દિવસ પહેલાના ત્રણ દિવસ સુધી ટપાલ મતપત્ર ગોધરા ખાતે સ્વીકારવામાં આવશે.આ માટે સબંધિત નોડલ અધિકારીશ્રીએ પ્રમાણપત્ર સાથેની યાદી ૧૨ એપ્રિલ સુધી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મોકલવાની રહેશે.

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]