રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંધ વિસનગર અને મયુર એન્ડ શાર્પ ફાઉન્ડેશન મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે જૈન સાહિત્ય ના વિદ્વાન પંડિત પ્રજ્ઞાચક્ષુ સ્વ પંડિત સુખલાલજી ની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યા માળા મણકો-૧૮ યોજાઈ ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z4z7jjv3gijxgmot/" left="-10"]

રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંધ વિસનગર અને મયુર એન્ડ શાર્પ ફાઉન્ડેશન મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે જૈન સાહિત્ય ના વિદ્વાન પંડિત પ્રજ્ઞાચક્ષુ સ્વ પંડિત સુખલાલજી ની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યા માળા મણકો-૧૮ યોજાઈ ગયો


રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ, કડા રોડ, વિસનગર અને મયુર એન્ડ શાર્પ ફાઉન્ડેશન-મુંબઈના સંયુક્ત ઉપક્રમે જૈન સાહિત્યના વિદ્વાન પંડિત પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીની પુણ્યતિથિ નિમિત્તે તારીખ : 28-3- 2024ના રોજ પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળા મણકો-18 યોજાઈ ગયો. વ્યાખ્યાનમાળાના પ્રારંભે પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીની પ્રતિમાને પિલવાઇના સુપ્રસિદ્ધ કથાકાર અને તજજ્ઞ વક્તા શાસ્ત્રીજી શ્રી કિરીટભાઈ જોશીએ કંકુ-તિલક કરી, ફુલહાર પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સંસ્થાના એજ્યુકેશનલ રિસોર્ટ સેન્ટર ખાતે તેઓશ્રીએ પંડિત સુખલાલજીના પ્રેરક જીવન પ્રસંગોનું મર્મસ્પર્શી નિરૂપણ રજુ કરી હાજર સૌ વિશિષ્ટ શિક્ષક ભાઈ-બહેનો અને પ્રજ્ઞાચક્ષુ તાલીમાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે કિરીટભાઈ શાસ્ત્રીનાં સહધર્મચારિણી શ્રીમતી રેણુકાબેન જોશીએ પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અંધજન મંડળ, વિસનગરનાં માનદ્દમંત્રી શ્રીમતી હસુમતીબેન હાલારીએ શ્રી કિરીટભાઈ શાસ્ત્રીજી અને શ્રીમતી રેણુકાબેન જોશીનું પુષ્પગુચ્છ, મીમેન્ટો અને સાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થા તરફથી બે જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુઓને વજનકાંટાની ભેટ આપવામાં આવી હતી. મયુર એન્ડ શાર્પ ફાઉન્ડેશન-મુંબઈના સામાજિક કાર્યકર શ્રી સૂર્યકાંતભાઈ ગાંધીના સૌજન્યથી પ્રતિવર્ષ સ્વ. પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળાનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કાદરભાઈ મનસુરી દ્વારા કરવામાં આવ્યું હતું‌.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]