પર્યાવરણ રક્ષા હેતુ માંગરોળ માં નિઃશુલ્ક પેપર બેગ નું વિતરણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/blfxkqjhhwnsokft/" left="-10"]

પર્યાવરણ રક્ષા હેતુ માંગરોળ માં નિઃશુલ્ક પેપર બેગ નું વિતરણ


માંગરોળ માં પર્યાવરણ ની રક્ષા હેતુ પ્લાસ્ટિક જબલા ની અવેજી માં પેપર બેગ મતલબ છાપા માંથી બનાવેલી બેગ નું નિઃશુલ્ક વિતરણ માંગરોળ ની બજારો માં કરવા માં આવ્યું

આ બેગ બનાવવા માં વંદેમાતરમ ગ્રુપ ના બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકો,બંદર પર ની મહિલા મંડળ ની બહેનો,બસ સ્ટેશન પાસે ની નાળા વાળી વસ્તી ના બાળકો એ જહેમત ઉઠાવેલી

આજ રોજ અંદાજીત પચાસ હજાર પેપર બેગ નું નિઃશુલ્ક વિતરણ કરવા માં આવેલું સાથે વ્યાપારીઓ ને કાળા પ્લાસ્ટિક જબલા નો ઉપયોગ ન કરવા પણ વિનંતી કરવા માં આવેલી

આ કાર્યક્રમ ની શરૂઆત સૃજતન સદભાવ વિદ્યાલય થી કરવા માં આવેલી જેમાં આ શૈક્ષણિક સંસ્થા ના વિદ્યાર્થીઓ સંચાલક રાજેશ્વરી બહેન અને આ અભિયાન ના પ્રણેતા પારુલ બહેન જાદવ,કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના આચાર્ય હંસા બહેન ભલીયા,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કેતન ભાઈ નરશાણા, ગૌ રક્ષા સેના ના જીકે રબારી વંદેમતરમ ગ્રુપ ના સુદીપ ભાઈ ગઢિયા,પૂર્વ કોર્પોરેટર અરુણા બેન જગડા મનસુખ ભાઈ વૈષ્ણવ, સંજીવની નેચર ફાઉન્ડેશન ના નરેશબાપુ તેમજ નિલેશભાઈ રાજપરા જોડાયેલા

સુદીપ ગઢિયા
9909622115

પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે આપણી આસપાસ છે, જેમાં તમામ જીવંત જીવો રહે છે, તેને પર્યાવરણ કહેવાય છે.
તેની રક્ષા કરવી જતન કરવું એ આપણી પરમ પવિત્ર ફરજ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]