બોટાદ જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગોએ કર્યુ પોસ્ટલ બેલેટથી મતદાન - At This Time

બોટાદ જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગોએ કર્યુ પોસ્ટલ બેલેટથી મતદાન


લોકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશ આપતા વૃદ્ધો અને દિવ્યાંગો

બોટાદ જિલ્લામાં દિવ્યાંગો અને વૃદ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. ત્યારે સોમવારે બોટાદ જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું. જિલ્લામાં 331 વયોવૃદ્ધ અને દિવ્યાંગોના નિવાસસ્થાને જઈને ટપાલથી મતદાન કરાવવામાં આવ્યું હતું. 22મીને મંગળવારે પણ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની બીજી મુલાકાત લઇ મતદાન કરાવવામાં આવશે. વિવિધ 23 ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલા દિવ્યાંગ મતદારોની સંખ્યા 2,457 અને 107-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલા દિવ્યાંગ મતદારોની સંખ્યા 2,488 છે. જ્યારે 80 વર્ષથી વધુ વયના નાગરિકોની કુલ સંખ્યા 7,201 છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉપરાંત બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા PWD લાભાર્થીઓનો સંપર્ક કરી મતદાન અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. વધુમાં દિવ્યાંગોનાં બુથ પર વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લામાં દિવ્યાંગો અને વૃદ્ધો તેમનું મતદાન સુગમતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કટીબદ્ધ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.