શરીર સંબધીત ગુન્હાઓની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલ ખાતે મોકલી આપતી ધંધુકા પોલીસ ટીમ - At This Time

શરીર સંબધીત ગુન્હાઓની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલ ખાતે મોકલી આપતી ધંધુકા પોલીસ ટીમ


શરીર સંબધીત ગુન્હાઓની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલ ખાતે મોકલી આપતી ધંધુકા પોલીસ ટીમ

આઈ.જી.પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ શ્રી ધોળકા વિભાગ ધોળકાનાઓએ જિલ્લાનાં થાણા અધિકારીઓને લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ઇંગ્લીશ દારૂ, મિલ્કત સંબધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ દરખાસ્ત કરી તેઓને અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી જેથી ધંધુકા પોલીસ સ્ટેશન દ્રારા અગાઉ શરીર સંબંધી ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓએ નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખવામાં આવેલ હતી.

ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા અજયભાઇ લક્ષમણભાઇ સોલંકી ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. નારાયણ નગર ધંધુકા તા. ધંધુકા જી.અમદાવાદ ગ્રામ્ય વાળાને પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલ ખાતે મોકલી આપવમાં આવેલ છે

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.વી.ચૌધરી તથા એ.એસ.આઇ. હરદીપસિંહ જીતેન્દ્રસિંહ તથા એ.એસ.આઇ. મહેશભાઇ ગોરધનભાઇ તથા અ.હે.કો પ્રવીણભાઇ ગફુરભાઇ તથા અ.પો.કો છત્રપાલસિંહ જશવંતસિંહ નાઓ જોડાયેલ હતા.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.