અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ ભક્તિને સંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/algd8c8mh5vvbwx9/" left="-10"]

અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ ભક્તિને સંગ.


અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિરના પ્રસાદના બોક્સ પર લાગ્યા ચૂંટણીનું મહત્વ સમજાવતા લાગ્યા સ્ટીકર.

અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. આ અંતર્ગત જિલ્લામાં શામળાજી મંદિરના પ્રસાદના બોક્સ પર ચુંટણીનું મહત્વ સમજાવતા સ્ટીકર લગાવવામાં આવ્યા.

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]