સાણથલી ગામે વાડીએ જતા તાડપત્રી પડી જતા થઈ માથાકૂટ : 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ - At This Time

સાણથલી ગામે વાડીએ જતા તાડપત્રી પડી જતા થઈ માથાકૂટ : 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ


સાણથલી ગામે વાડીએ જતા તાડપત્રી પડી જતા થઈ માથાકૂટ : 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સાણથલી ગામે રહેતા રાજેશભાઈ છગનભાઈ વોરા જ્યારે જેવો ઘરેથી ખેતરે જતા હતા તે દરમિયાન ખેતરે પહોંચતા તેની ટ્રેક્ટર એ બાંધેલ તાડપત્રી રસ્તામાં પડી જતા તે ખબર પડતાની સાથે જ તેઓ એ રસ્તે પાછા ફરતા તેમના ગામના એક ભાઈને પૂછતા જ કરતા તેને જાણવા મળેલ કે લાલજીભાઈ કચ્છી નામના વ્યક્તિ બે તાડપત્રી લઈને જતા હતા, રાજેશભાઈ ને આ બાબતની જાણ થતા તેઓ તથા તેમના ગામના સરપંચ લાલજીભાઈની દુકાને ત્યાં દોડી ગયા હતા અને તેને વાત કરતા લાલજીભાઇ એ જણાવ્યું હતું કે અમને ખબર નથી કોઈ બીજા લઈ ગયા હશે બીજા કોઈ લઈ ગયા હશે એવું કહેતા એટલા માં લાલજીભાઇ ના બંને ભાયું આવી જતા પરસોતમ કચ્છી અને પ્રવીણ કચ્છી આવી જતા જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા, પ્રવિણભાઇ એ પથ્થર નો ઘા મારતાં રાજેશ ભાઈ ને માથા માં ભાગમાં ઈજા પહોંચી હતી અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી પણ રાજેશભાઈ ને માથાના ભાગમાંથી લોહી નીકળતા સાણથલી દવાખાને ખસેડાયા હતા અને વધુ સારવાર માટે આટકોટ ખાતે કેડીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી રાજેશભાઈ આટકોટ પોલીસ સ્ટેશનમાં લાલજી પોલા કચ્છી, પરસોતમ પોલા કચ્છી, પ્રવીણ પોલા કચ્છી, કિશન લાલજી કચ્છી, અને સુમેશ લાલજી કચ્છી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.