( ડભોઇ - દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતીમાં )  " ઐતિહાસિક વાઘનાથ મહાદેવ મંદિરેથી પાલખીયાત્રાના પ્રયાણ સાથે શિવરાત્રી મહાપર્વની ધામધૂમથી ઉજવણી  "  - At This Time

( ડભોઇ – દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતીમાં )  ” ઐતિહાસિક વાઘનાથ મહાદેવ મંદિરેથી પાલખીયાત્રાના પ્રયાણ સાથે શિવરાત્રી મહાપર્વની ધામધૂમથી ઉજવણી  ” 


રિપોર્ટ :- નિમેષ સોની, ડભોઈ

             આજરોજ ડભોઇ - દભૉવતિ નગરીમાં  શિવરાત્રીના મહાપર્વના પાવન પ્રસંગે નગરના અતિ પ્રાચીન, ઐતિહાસિક, પૌરાણિક અને આસ્થાના પરમ પ્રતિક સમા વાઘનાથ મંદિરેથી ડભોઇ - દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ની ઉપસ્થિતીમાં પાલખીયાત્રા ભક્તિ ભાવપૂર્વક નીકળી હતી. જેમાં ડભોઇ નગરના બ્રહ્મસમાજના આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. સમગ્ર પંથકમાં આ પાવનપર્વની ભારે શ્રધ્ધા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. 

                  આ પ્રસંગે સમગ્ર પંથકના શિવાલયો વહેલી સવારથી જ હર હર... મહાદેવના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા હતા. જયારે મહારાત્રી એવી પાવન મહાશિવરાત્રીએ ચાર પ્રહરની વિશેષ પૂજા શ્રધ્ધાપૂર્વક યોજાઈ હતી. આ પ્રસંગે ભક્તજનોએ બિલીપત્ર, શેરડીનો રસ, પંચામૃત, કાળાતલ, આમળા, ધતૂરાનું ફુલ ભગવાન શિવને અર્પણ કરી પ્રભુની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.      

             આ વર્ષે પાલખીયાત્રા વાજતે ગાજતે ડભોઇ નગરમાં નિકળી હતી અને નગરમાં આવેલ વિવિધ શિવાલયોમાં પહોંચી હતી. તે દરમ્યાન ભગવાન વાઘનાથ દાદાના પોતાના ઘર આંગણે દર્શનનો લાભ ડભોઇ - દભૉવતીના  નગરજનોએ લીધો હતો. 

         વાઘનાથ મહાદેવ મંદિરેથી નિકળેલ  પાલખી યાત્રા ડભોઇ નગરના વિવિધ શિવાલયમાં લઈ જવામાં આવી હતી અને દરેક શિવાલયોમાં આરતી કરવામાં આવી હતી. નગરના શ્રધ્ધાળુ વડિલો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ પાલખીયાત્રાની એક વિશેષતા એવી છે કે, જ્યારે વાધનાથ મંદીરેથી આ પાલખીયાત્રા નીકળે છે ત્યારે તેનું વજન નહિવત હોય છે અને આ પાલખી યાત્રા જેમ જેમ નગરના શિવાલયમાં ફરતી જાય છે, તેમ - તેમ આ પાલખીયાત્રાનું વજન વધતું જાય છે. એટલે કે, દરેક શિવાલયોમાંથી મહાદેવજીના ભાઈઓ આ પાલખીયાત્રામાં બેસી વાઘનાથ મંદિરે પરત આવી પહોંચે છે. સમગ્ર રાત્રી દરમિયાન આ ભાઈઓ ચચૉઓ કરે છે. આ મહાપર્વે ભક્તો દ્વારા વ્રત-ઉપવાસ રાખી દેવાધિ દેવ મહાદેવને રીઝવવા માટે પ્રાર્થના, યજ્ઞ અને ભજન સંધ્યા સહિતના દ્યાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. આમ સમગ્ર પંથકમાં ભારે શ્રધ્ધા અને ઉમંગભેર મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

           આમ આ મહાશિવરાત્રી પર્વની પાલખી યાત્રામાં નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,  નગરના આગેવાનો અને ભારતીય જનતા પા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.