માળિયા હાટીનામાં રોજગાર ભરતી મેળો યોજાયો - At This Time

માળિયા હાટીનામાં રોજગાર ભરતી મેળો યોજાયો


માળિયા હાટીનાનો ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે તા.૨૩ના સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી મોડેલ કેરીયર સેન્ટર આયોજિત રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ જેમાં આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં લાભ દસથી સ્નાતક સુધીના મોટી સંખ્યા બેરોજગાર લોકો હાજર રહ્યા હતા.

જેમાં આણંદ, જૂનાગઢ અને રાજકોટની પ્રાઈવેટ કંપનીમાં જગ્યા ભરવા માટે આ રોજગાર વિશે માહિતી આપી હતી ત્યારે બાદ હાજર રહેલ અરજદારો પાસે રજીસ્ટેશન કરાવ્યું હતું આગામી દિવસોમાં અરજદારો ને બોલાવી ઈન્ટરવ્યું લેવામાં આવશે

આ કાર્યક્રમમાં ઉપસ્થતીત મહેન્દ્રભાઈ ગાંધી ,આદિત્ય બિરલા, મહિન્દ્રા કંપની, વેલ્સન ફાર્મર કંપની સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ચાણક્ય પબ્લિક સ્કૂલ ના મેનેજમેન્ટ બાલુભાઈ ભોજક, તેમજ રોજગાર અધિકારીએ કર્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.