અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ અને અમદાવાદ - આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ વિસ્તૃત જાણકારી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ay8nfokyzhyf5ihz/" left="-10"]

અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ અને અમદાવાદ – આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ વિસ્તૃત જાણકારી.


મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અને અમદાવાદ-આગ્રા કેન્ટ માટે બે જોડી સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ લંબાવવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે,

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 01906/05 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 26 ટ્રીપ)

ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલને દર મંગળવારે 04 ઓક્ટોબરથી 27 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે. તથા ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલને દર સોમવારે 03 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે,

2. ટ્રેન નંબર 04166/65 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 26 ટ્રીપ)

ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલને દર ગુરુવારે 06 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે. તથા ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સ્પેશિયલને દર બુધવારે 05
ઓક્ટોબરથી 28 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે,

3. ટ્રેન નંબર 04168/67 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 26 ટ્રીપ)

ટ્રેન નંબર 04168 અમદાવાદ આગરા કેન્ટ સ્પેશિયલને દર સોમવારે 03 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે તથા ટ્રેન નંબર 04167 આગરા કેન્ટ- અમદાવાદ સ્પેશિયલને દર રવિવારે 02 ઓક્ટોબરથી 25 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે,

ટ્રેન નંબર 01906, 04166 અને 04168ની વિસ્તૃત ટ્રિપ્સનું બુકિંગ 22 સપ્ટેમ્બર 2022 થી યાત્રીયો માટે આરક્ષણ કેન્દ્રો અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે,

ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www. enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Report by : - Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]