બોટાદમાં ગુલાબી ઠંડી વચ્ચે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ - At This Time

બોટાદમાં ગુલાબી ઠંડી વચ્ચે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ


બોટાદના બુઝુર્ગો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા

લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. ત્યારે બોટાદના બુઝુર્ગો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા હતાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે સમગ્ર બોટાદ શહેરની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ નાગરિકો ઉત્સાહભેર મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બીજલ શાહે બોટાદ શહેરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. મતદારોને મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ વ્યક્ત કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.