ફ્રુટ્સ અને શાક માર્કેટમાં ફુડ એન્ડ ડ્રગ ત્રાટકયું - At This Time

ફ્રુટ્સ અને શાક માર્કેટમાં ફુડ એન્ડ ડ્રગ ત્રાટકયું


એકદમ ફ્રેશ અને લીલાછમ્મ દેખાતા શાકભાજી અને જુદા જુદા ફ્રુટ્સમાં છેલ્લા ઘણા સમયથી પેસ્ટીસાઈડ (જંતુનાશક દવા)નો છંટકાવ કરવામાં આવે છે અને આ પેસ્ટીસાઈડ આરોગ્ય માટે જોખમકારક હોવાનું પરીક્ષણમાં સાબીત થઈ ચૂકયું છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પેસ્ટીસાઈડની ઉઠેલી વ્યાપક ફરીયાદોનાં પગલે રાજકોટ જીલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટ ગ્રામ્યનાં વિસ્તારોમાં ત્રાટકયું હતું. તથા શાક માર્કેટ અને ફ્રુટ્સ માર્કેટમાં સઘન ચેકીંગ હાથ ધરી જુદા-જુદા ફ્રુટ્સ અને શાકભાજીના સેમ્પલો લેવામાં આવેલ હતા.
આ અંગેની જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ લીલા શાકભાજીની અને જુદા જુદા ફ્રુટ્સમાં પેસ્ટીસાઈડનું પ્રમાણ કેટલું છે? તે જાણવા માટે તંત્રની ટીમો રાજકોટ ગ્રામ્યના ગોંડલ તથા નવાગામમાં આવેલ શાક માર્કેટ અને ફ્રુટ્સ માર્કેટ અને ફ્રુટસ માર્કેટમાં ત્રાટકી હતી. તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેંગો માર્કેટમાં પણ ચેકીંગ હાથ ધરેલ હતું અને આ સ્થળોએથી 75 જેટલા તરબુચ-કેરી અને લીલા શાકભાજીના નમુના લેવાયા હતા. અને આ તમામ સેમ્પલોને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી દેવામાં આવેલ હોવાનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવેલ હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.