માળીયા હાટીના અમરાપુર ગામે જાહેરમાં જુગાર રમતા 4 પુરુષ અને 1મહિલા સહિત કુલ 5 ઈસમોને ઝડપી પાડતી પોલીસ - At This Time

માળીયા હાટીના અમરાપુર ગામે જાહેરમાં જુગાર રમતા 4 પુરુષ અને 1મહિલા સહિત કુલ 5 ઈસમોને ઝડપી પાડતી પોલીસ


માળીયા હાટીના ઇન્ચાર્જ પીએસઆઈ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ અમરાપુર ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ઇસમોને રૂ.13620/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

પકડાયેલ આરોપીઓ (૧) મોહન દેવશી કોદાવલા (2) રમેશ મનસુખ સોલંકી
(3) રમણીક રૂડા રાઠોડ (4)વકમાત ભીમા પીઠીયા (5) મહિલા
સહિતના કુલ 5 ઈસમો પકડાયેલ જુગારની રેઇડ દરમ્યાન મુદામાલ રોકડા રૂ.13620/ મળી કુલ મુદ્દામાલ સાથે ઝડપાયા

આ રેઇડ સફળ બનાવવા માળીયા હાટીના ઇન્ચાર્જ પીએસઆઇ બી.કે.ચાવડા ,વિમલભાઈ ડોબરીયા, કમલેશભાઈ ડાંગર, અરુણભાઈ મહેતા, વિજયભાઈ બાબરીયા, નીતાબેન ગરેજા સહિત પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.