બરવાળા મદદનીશ મતદાર નોંધણી અધિકારી મામલતદારે પ્રતિક્રિયા આપતા લોકોને મતદાન કરવા અપીલ કરી જુવો વિડિયો - At This Time

બરવાળા મદદનીશ મતદાર નોંધણી અધિકારી મામલતદારે પ્રતિક્રિયા આપતા લોકોને મતદાન કરવા અપીલ કરી જુવો વિડિયો


બરવાળા મદદનીશ મતદાર નોંધણી અધિકારી મામલતદારે પ્રતિક્રિયા આપતા લોકોને મતદાન કરવા અપીલ કરી જુવો વિડિયો

" ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ " અભિયાન થકી વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે અંગે છેલ્લા 15 દિવસથી સતત લોકોમાં અલગ અલગ રીતે જાગૃતિ ફેલાવવાના કરાયા, તો મતદાન ના દિવસે મતદાન કરો અને 7% સુધીના વિશેષ ડિસ્કાઉન્ટ મેળવવા અંગેની માહિતી આપતા બરવાળા મદદનીશ મતદાર નોંધણી અધિકારી મામલતદારે પ્રતિક્રિયા આપતા લોકોને મતદાન કરવા અપીલ કરી.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ધંધુકા વિધાનસભા વિસ્તારના બરવાળા તાલુકામાં વધારેમાં વધારે મતદાન થાય તે અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ મતદાન જાગૃતિ અભિયાન ચલાવાયું હતું જેને " ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ " અભિયાન નામ આપી ગત તારીખ 22/4/2024 થી આજરોજ તારીખ 5/5/2024 સુધી એટલે સતત 15 દિવસ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત લોકોને અલગ અલગ માધ્યમથી મતદાન જાગૃતિ સંદેશો પહોંચાડવામાં આવેલ અને આ કામગીરી અંગે મતદાન ના દિવસે લોકો મતદાન કર્યા બાદ હાથ પર લગાવેલ મતદાન પૂર્ણ ના નિશાન અને મતદાન કાપલી દેખાડી હોટલ રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહિત મેડિકલ શોપ પર જઈ 7% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે તેવી વિશેષ જાહેરાત સાથે સમગ્ર મતદાન જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમ અંગે બરવાળા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર સી આર પ્રજાપતિ એ માહિતી આપતા લોકોને વધુમાં વધુ મતદાન કરવા અને ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ મેળવવા અપીલ કરી હતી.

રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.