કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલી જ કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરાશે

કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલી જ કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરાશે


- ચૂંટણી પહેલાં આપ બાદ હવે કોંગ્રેસની લોભામણી જાહેરાતોઅમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સત્તા પામવાની હોડમાં હવે આમ આદમી પાર્ટી બાદ આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ મસમોટી અને લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો, ખેડૂતોને વીજળી મફત આપવા ઉપરાંત પહેલી જ કેબિનટેમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના રૂ.ત્રણ લાખ સુધીના તમામ દેવા માફ કરવાની બહુ મોટી જાહેરાત કરી હતી. સાથે સાથે કોંગ્રેસનું શાસન આવશે તો, સમગ્ર રાજયમાં ખેડૂતોની જમીનની નવેસરથી સરકારના ખર્ચે માપણી કરાવી ખેડૂતોને તેમના હક્કની પૂરી જમીનના અધિકાર અપાશે. આ જ પ્રકારે માલધારીઓને પણ ખેડૂત બનવાનો અધિકાર આપી પશુપાલકો માટે માલધારી વસાહત બનાવી આપવા સહિતના અનેક વાયદાઓ કર્યા છે.ખેડૂતોને મફત વીજળી, નવેસરથી જમીન માપણી, ટેકાના ભાવેથી ખરીદી પર બોનસ, સિંચાઇ દરોમાં ૫૦ ટકા ઘટાડો સહિતના વાયદાઆગામી ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીઓ પછી જો કોંગ્રેસ પક્ષની સરકાર આવે તો તે માટેના નવા સંકલ્પપત્ર-ચુંટણી ઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે કોંગી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના અનેક નેતાઓની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ૨૦૨૨ની ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા હાંસલ કરશે તો, કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીના તમામ દેવા માફ, પશુપાલકોને ૧ લીટર દૂધદીઠ રૂ.૫ની સબસીડી, ખેત વીજ જોડાણની વીજળી ફ્રી તથા દિવસના ભાગે ૧૦ કલાક વીજળી, વીજચોરી કેસો પાછા ખેંચવા, ભ્રષ્ટાચારી નવી જમીન માપણી રદ તથા નવેસરથી માપણી, સહકાર સંસ્થાઓને ભાજપના એકાધિકારવાદમાંથી મુક્તિ, તમામ મોટા ગામોમાં કૃષિ સહાયક કેન્દ્રો, ખેત ઉત્પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ અને ખરીદી ઉપર બોનસ, કેનાલ સિંચાઈના દરોમાં ૫૦ ટકાનો ઘટાડો સહિતના અનેક મુદ્દાઓને લઇ કોંગ્રેસ સરકાર ખેડૂતો, માલધારી સહિતના રાજયના નાગરિકોના હિતમાં અમલ કરશે.તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપના ૨૭ વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વિમા સહિતના અનેક હક્કો ભાજપે ઝુંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં દેશનું અવ્વલ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના મહત્વકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરાઇ છે. કોંગ્રેસ દ્વારા કરાયેલી લોભામણી જાહેરાતો - કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરી ખેડૂતોને કર્જ મુકત કરશે.- ખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વિજળી તેમજ ''સોલાર-વીન્ડ મીની ફાર્મીંગ'' માટે માતબર સહાય કરાશે- ખેત ઉત્પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણ દીઠ રૂ.૨૦ બોનસ આપશે- સહકારી માળખામાં કોંગ્રેસ ભાજપના એકાધિકારવાદમાંથી સહકારી સંસ્થાઓને મુક્તિ અપાવશે અને સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ૩૩% ભાગીદારી સુનિશ્ચિત કરશે- જમીન માપણીમાં રૂ.૫૦૦ કરોડનો ભષ્ટ્રાચાર કરીને ભાજપ દ્વારા કરાયેલી વિવાદાસ્પદ જમીન માપણી રદ કરાશે અને ખેડૂતોને સહિત સંબંધિત તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાાનિક પધ્ધતિથી જમીન માપણી થશે - પશુપાલકોને દુધના લીટરદીઠ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપવાની સાથે, ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધના સ્ટોરેજ માટે મદદ કરાશે, - પશુપાલકોને દરેક ગામમાં પશુઓ માટે વાડાની જમીનો ઉપલબ્ધ કરાવીને 'માલધારી વસાહતો' ઉભી કરાશે - કોંગ્રેસ પક્ષની સરકાર માલધારીને જમીન ધારણ કરીને ખેડૂત બનવાનો અધિકાર આપશે - ખેડૂતો અને પશુપાલકોને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે દરેક ગામમાં 'કૃષિ સહાયતા કેન્દ્ર'ની સ્થાપના કરાશે અને દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ નાના એમએસએમઇની સ્થાપના કરાશે- ખેડૂતોના સિંચાઈ દરમાં ૫૦%ની રાહત અપાશે તેમજ તળાવો-જળાશયોમાં જળની સંગ્રહિત ક્ષમતા બમણી કરવા માટે મોટાપાયે જળસંગ્રહ અભિયાન ચલાવાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »