વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બે રોડની કામગીરીના ખાતમુર્હત કરી શરુ કરાવતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા - At This Time

વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બે રોડની કામગીરીના ખાતમુર્હત કરી શરુ કરાવતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા


વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બે રોડની કામગીરીના ખાતમુર્હત કરી શરુ કરાવતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા

વાવડી રોડ થી બાદનપૂર અને ખડખડ થી ખજૂરી પીપળીયા ના રોડ નુ કરાયું ખાતમુર્હત

ગ્રામીણ વિસ્તાર ના રસ્તાઓના કામ શરુ કરાતા લોકોમાં ખુશીનો માહોલ

વડિયા

અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ તાલુકા વડિયા કુંકાવાવ માં ગ્રામીણ વિસ્તાર ને જોડતા રસ્તાઓ બિસ્માર બનતા સ્થાનિક લોકોની રજુવાત થી નાયબ મુખ્ય દંડક એવા સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાને રજુવાત કરતા તેમના દ્વારા સરકાર માં રજુવાત કરી ખડખડ થી ખજૂરી પીપળીયા અને વાવડી રોડ થી બાદનપૂર સુધીના રસ્તાઓ મંજુર થતા તેમનું ખાતમુર્હત નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયા દ્વારા કરાયું હતુ. આ રસ્તાઓ બનતા ની સાથે તાલુકા મથક એવા વડિયા આવવા માટે ખજૂરી પીપળીયા, તરઘરી, સનાળીગામના લોકોને હવે અનિડા ફરવું નહિ પડે ટૂંકા રસ્તા થી તાલુકા મથક પર પહોંચી શકાશે ત્યારે આ બંને રસ્તાનું ખાતમુર્હત થતા સમગ્ર ગ્રામીણ વિસ્તાર ના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ખાતમુર્હત કાર્યક્રમ માં નાયબ મુખ્ય દંડક એવા સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયા, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા વિપુલ રાંક, તાલુકા પંચાયત ના પ્રમુખ પુરુષોત્તમ હિરપરા,જિલ્લા ભાજપ મહિલા મોર્ચા ના રમાબેન હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, મહામંત્રી શૈલેષ ઠુંમર, યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ બોરીચા, તુષાર ગણાત્રા સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.