રાજકોટમાં બેકાબૂ કારે મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાડતાં મોત, દુકાનના પગથિયે બેઠેલી યુવતીઓ પર કાર ચડાવી ચાલક ફરાર - At This Time

રાજકોટમાં બેકાબૂ કારે મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાડતાં મોત, દુકાનના પગથિયે બેઠેલી યુવતીઓ પર કાર ચડાવી ચાલક ફરાર


રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર આજે સવારે કારચાલક યુવાને કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાવી 15 ફૂટ સુધી ઢસડયા હતા અને ત્યારબાદ દુકાનના પગથિયે બેસેલી યુવતીને હડફેટે લઈ કાર દુકાન સાથે અથડાઈ હતી. આ શ્વાસ થંભાવી દેતા ગંભીર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. પોલીસે ફરાર કારચાલક યુવકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનામાં આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. યુવતીને સદનસીબે સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.