ગેરકાયદેસર માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાઓ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ બોટાદ - At This Time

ગેરકાયદેસર માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાઓ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ બોટાદ


ગેરકાયદેસર માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાઓ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ બોટાદ

રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન એસ.ઓ.જી.પો.ઇન્સ એ.જી.સોલકી તથા સાથેના H.C ભગીશભાઇ જોરૂભાઇ નાઓને બાતમી મળેલ કે,રાણપુર તાલુકાના કેરીયા ગામની સીમમાં ધારપીપળા તરફ જવાના કાચા રસ્તે આવેલ છનાભાજી પોપટભાઇની ખેતીની જમીનમાં વરીયાળી તથા પાઉંના વાવેતર સાથે ગાંજાના છોડ ઉછેરી ઉત્પાદન કરેલ છે જેથી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જઇ જરૂરી પોલીસ મદદ મેળવેલ અને હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતાં મજકુર ઇસમ સુરેશભાઇ છનાભાઈ મીઠપર ઉ.વ.આ.૩૫ રહે કેરીયા તા.રાણપુર જી.બોટાદવાળાને પોતાના કબ્જા ભોગવટાની ખેતીની જમીનમાં વરીયાળીના વાવેતર સાથે તેમજ ઇજારે વાવવા રાખેલ ખેતીની જમીનમાં ઘઉંના વાવેતર સાથે ઉત્પાદન કરેલ લીલા ગાજાના છએક નંગ- ૧૧૮ સારથે પકડી એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.