અદાણી ગેસે ફરી એકવાર CNG ના કિલોદીઠ ભાવં રૂ. ૧.૪૯ વધાર્યા ર્

અદાણી ગેસે ફરી એકવાર CNG ના કિલોદીઠ ભાવં રૂ. ૧.૪૯ વધાર્યા ર્


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારઅદાણી ગેસે ચોથી ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ ભાવમાં રૃા. ૧.૪૯નો ફરી એકવાર વધારો કરીને કિલાનો રૃ. ૮૭.૩૮ કરી દીધા છે. ગઈકાલ સુધી એક કિલો સીએનજીના ભાવ રૃા. ૮૫.૮૯ના હતા. આમ સીએનજીના ભાવમાં કિલોએ રૃા. ૧.૪૯નો વધારો કર્યો છે. બીજીતરફ ટોરેન્ટ ગેસે પણ તેના એરિયામાં એટલે કે જૂનાગઢમાં બીજી ઓગસ્ટથી સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૮૭થી વધારીને રૃા. ૯૨ કરી દીધા છે. જે ક્રૂડના ભાવની લગોલગ પહોંચી ગયા છે. આગામી દિવસોમાં અદાણી સીએનજીના ભાવ પણ તેની નજીક પહોંચી જવાની શક્યતાને નકારી શકાતી નથી. જૂનાગઢ વિસ્તારમાં સીએનજીનો વેપાર કરતાં ટોરેન્ટ ગેસે પણ તેના સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૮૭થી વધારીને રૃા. ૯૨ કરી દીધા છે. અમદાવાદમાં ડિઝલનો લિટરદીઠ ભાવ રૃા. ૯૨.૦૩નો છે. આમ સીએનજીના ભાવ ડિઝલના ભાવની લગોલગ પહોંચી ગયા છે. ગુજરાત ગેસ પણ તેના વડોદરા, સુરત, ભરૃચ સહિતના વિસ્તારના ગ્રાહકોને આપવામાં આવતા સીએનજી અને પીએનજીના ભાવમાં ગમે ત્યારે વધારો જાહેર કરી દે તેવી સંભાવના છે. કુદરતી ગેસના ભાવનું નિયમન કરવાની જવાબદારી પીએનજીઆરબી નિભાવે છે. પીએનજીઆરબી દ્વારા કુદરતી ગેસના ભાવ નક્કી કરવા માટેની કમિટીના સભ્યોમાં બે સભ્ય ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના પૂર્વ કર્મચારીઓ છે. તેઓ ગેઈલમાંથી નિવૃત્ત થયા હોવાથી અને તેમના નિવૃત્તિ લાભ ગેઈલમાંથી હજીય આવતા હોવાથી તેઓ ગેઈલ પ્રત્યે કૂણું વલણ ધરાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુું છે. ગેઈલનું હિત જળવાય તે રીતે કુદરતી ગેસના ભાવમાં વધારાને મંજૂરી આપી રહ્યા છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ગુજરાત સહિત ભારતના મોટાભાગના વિસ્તારના સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને ગેસનો સપ્લાય આપતા હોવાથી તેઓ તેમના સપ્લાયના ભાવ સતત વધારી રહ્યા છે. આમ ગેઈલના હિતને જોવામાં દેશભરના રાજ્યોમાં ગેસના ભાવ ઊંચાને ઊંચા જઈ રહીય છે. સીએનજીના ભાવ વધીને ડિઝલથીય આગળ પેટ્રોલના ભાવને વળોટી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહિ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »