અદાણી ઇન્ફ્રાએ અમદાવાદ-મહેસાણા, વડોદરા હાલોલ હાઈવે હસ્તગત કર્યો - At This Time

અદાણી ઇન્ફ્રાએ અમદાવાદ-મહેસાણા, વડોદરા હાલોલ હાઈવે હસ્તગત કર્યો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવારઅદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે મેક્વાયર એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસેથી વડોદરાથી હાલોલને જોડતા સ્ટેટ હાઈવે ૮૭નો સ્ટેટ હાઈવે ૮૭નો ૩૧.૭ કિલોમીટરનો પટ્ટો અને તેમ જ અમદાવાદથી મહેસાણાને જોડતા સ્ટેટ હાઈ-વે ૪૧નો ૫૧.૬ કિલોમીટરનો પટ્ટે હસ્તગત કર્યો છે. રૃા. ૩૧૧૦ કરોડના ખર્ચે આ બંને માર્ગ હસ્તગત કરવામાં આવી રહ્યા છે.અદાણી રોડ્સ ટ્રાન્સપોર્ટ લિમિટેડની પેટા કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માધ્યમથી આ બે માર્ગ હસ્તગત કરવામાં આવ્યા છે. આ માર્ગનો ૨૬.૮ ટકાા હિસ્સો આઈ એલ એન્ડ એફ એસ પાસે છે. બાકીનો હિસ્સો ગુજરાત સરકારના હાથમાં છે. આ જ રીતે એઆરટીએલ આન્ધ્રપ્રદેશ સ્ટેટ ટોલ રોડ્સ પોર્ટફોલિયોના ૧૦૦ ટકા હિસ્સો પણ હસ્તગત કરશે. એઆરટીએલના દેશના ૧૦ રાજ્યોમાં હાઈ વેનો બિઝનેસ છે. કંપની ૪૧૦૦૦ કરોડના મૂલ્યના ૮ હાઈબ્રિડ એન્યુઈટી મોડથી ચાલતા, ૫ બીલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની કન્ડિશનથી ચાલતા તેમ જ ટોલ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની શરતે ચાલતા એક રોડનો પોર્ટફોલિયો ધરાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon