ટુકડા(ગોસા) ગામની સરકારી પ્રાથમિક શાળાનો ૯૪મો સ્થાપના દિન, વાર્ષિક મહોત્સવ અને સ્નેહમિલનના કાર્યક્રમની ભવ્ય રંગારંગ ઊજવણી - At This Time

ટુકડા(ગોસા) ગામની સરકારી પ્રાથમિક શાળાનો ૯૪મો સ્થાપના દિન, વાર્ષિક મહોત્સવ અને સ્નેહમિલનના કાર્યક્રમની ભવ્ય રંગારંગ ઊજવણી


માતૃભૂમિ,માતા પિતા અને ગુરુજન નો ઋણ ક્યારેય ન ભૂલો:ડો.એ.આર. ભરડા*

ગોસા(ઘેડ઼) પોરબંદર તા.૦૨/૦૧/૨૦૨૩
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે રોડ પર આવેલ ટુકડા ગોસા સરકારીપ્રાથમિક શાળાની સ્થાપને ૧ ઓક્ટોબર ૧૯૩૦ ના થયેલી ત્યારે આ પ્રાથિક શાળાએ ૯૩ વર્ષ પૂરા કરીને ૯૪ મા વર્ષમાં પ્રવેશ કરનાર હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર કરનાર ટૂકડા(ગોસા) ની સરકારી પ્રાથમિક શાળા વિદ્યાલયના ૯૪મા સ્થાપના દિનનો પ્રસંગ અનેરા ઉત્સાહ સાથે યોજાયો હતો.
ટૂકડા(ગોસા)ની સરકારી પ્રાથમિક શાળા વિદ્યાલયના ૯૪મા સ્થાપના દિનના પ્રસંગે પ્રારંભ માં શાળાના આચાર્ય શ્રીમુરુભાઈ ઓડેદરાએ ૯૩વર્ષ વટાવી ચૂકેલી સરકારી પ્રાથમિક શાળાની શિક્ષણયાત્રાની ગાથા વર્ણવી અવસર ઉજવવાનો મોકો મળ્યો તેનો આનંદ વ્યક્ત કરી મહાનુભાવોને આવકાર્યા હતા ટૂકડા(ગોસા)ની સરકારી પ્રાથમિક શાળાના સ્થાપના દિનની ટૂકડા(ગોસા)ની અબૉટીબ્રહ્મ સમાજ ખાતે શાળાની વ્યવસ્થા સમિતિ દ્વારા યોજાયેલા સ્થાપના દિન અને સ્નેહમિલન સમારોહની કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વર ભરડા ,ગામના દાતાશ્રી નથુભાઈ ટુકડીયા, રામભાઈ જોષી,,પ્રેમજીભાઈ ટુકડીયા, લાલજીભાઈ ટુકડીયા, લાલજીભાઈ જોષી, ભુરાભાઈ કોડિયાતર,હરજીભાઈ ટુકડીયાએ દીપ પ્રાગટ્ય કરી સમાંરોહ્ ને ખુલ્લો મુક્યો હતો
આં અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ડો એ.આર. ભરડા એ જણાયું હતું કે સન ૧૯૩૦માં સ્થપાયેલી આં સ્કુલ નવદાયકા વટાવી ચૂકેલી આ વિદ્યાલયના શિક્ષણ સંસ્કાર ઘડતર ની પ્રવૃતિને બિરદાવી. માતૃભૂમિ,માતા પિતા અને ગુરુજનોને ભૂલવા ન જોઈએ એમ જણાવી આપણા પ્રથમ શિક્ષક આપણી માં છે માનો ખોળો એ દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી છે માતૃભાષા દ્વારા પ્રત્યાયન અને સમાજ મજબૂત બને છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ માતૃભાષાને ટોચક કક્ષા આપ્યું છે. આપણી સંસ્કૃતિના મૂળમાં આપણી માતૃભાષા રહેલી છે જીવનમાં લિવિંગ સેટિંગ અને થીંકીંગનું સ્તર ઊંચું જરૂરી ગણાવીએ પણ આજના સમયમાં શિક્ષણની સાથે સંસ્કારને અનિવાર્ય ગણાવ્યા હતા
આ પ્રસંગે આ શાળામાં ભણી ચૂકેલા જાણીતાં લેખિકા અને પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રીપુષ્પા બેન જોશીએ પોતાનાં પ્રતિભાવોમાં શાળાના બાળપણ ના સંસ્મરણ વાગોળી સાચું બાળપણ માં સંસ્કાર ઘડતર થાય છે તેમને ”વિદ્યાર્થી લક્ષી નહિ,જીવન લક્ષી કેળવણી“ આપવાની હિમાયત કરી આં તકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે અભ્યાસક્રમ કરતા અને અભ્યાસ કરી ચૂકેલા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલા વિદ્યાઅર્થીઓ, દાનનો ધોધ વહેવડવનાર દાતાઓ તેમજ દેશવિદેશનામાંથી પધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજીનોનુ આચાર્ય મુળુભાઈ ઓડેદરા અને રામભાઇ જોશીના હસ્તે શાલ ઓઢાડીને ગુરુવંદના પૂજન કરવામાં આવ્યું હતું આ અવસરે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વાગીત, સરસ્વતી સ્તુતિ સમૂહનૃત્ય, પ્રાચીન રાસ, ભક્તિગીત,લોકગીત, ઘુમ્મરરાસ, બાલ અભિનયગીત, કરાંટે, દાંડિયારાસ, ગરબા,વિવિધ કૃતિ રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવોને અભિભૂત બનાવ્યા હતા.
દેશ દેશ પરદેશમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણોને વાગોળી ને પ્રસંગે ભાવવિભોર બની સ્નેહસંમેલનમાં બોલાવવા બદલ શાળાના આચાર્ય મુળુભાઈ ઓડેદરાને અભિનંદન આંપી ઋણ સ્વીકાર કર્યો હતો સંચાલન શાળાના શિક્ષિકા રાજીબેન દાસાએ તેમજ શાળાના મદદનીશ શિક્ષક શ્રી રવિભાઈ અખીયાએ સંભાળ્યું હતું જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય શ્રીમુરુભાઈ ઓડેદરાએ કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ રામભાઈ ઓડેદરા મહામંત્રી નવઘણભાઈ ચૌહાણ કેળવણી નિરીક્ષકો વેજાભાઈ શિયાણી,વત્સલભાઈદવે, ગોસા(ઘેડ) ના પ્રેસપ્રતિનિધિ વિરમભાઇ આગઠ,પોરબંદરની વિવિઘ શાળાના આચાર્યોમાં રામભાઈ આગઠ, વનરાજભાઈ આગઠ,જાશલબેન કરગટિયા, રાજુભાઈ મોરી, ક્રિશ્નાબેન વાજા, પારૂલ બેન સલેટ અલ્પાબેન ગોસાઈ, ગાંગાભાઈ ચુડાસમા દેશવિદેશના ભૂતપૂર્વે વિદ્યાઅર્થીઑ, ગામના અગ્રણીઓ પ્રબુધ્ધ નાગરીકો અને વિધાર્થીભાઇ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્ર્મ ને સફળ બનાવવા સર્વ શ્રીરામભાઇ જોશી, નારણભાઈ ટુકડીયાં,લખમણભાઇ જોષી,નથુભાઈ ટુકડીયા,નારણભાઈ વેગડા,પ્રવીણભાઈ ગરેજા, કરસનભાઈ ટુકડીયાં, ભૂરાભાઈ કોડિયાતર, દીપકભાઈ જાડેજા, લખમણભાઈ ઓડેદરા, ભૂરાભાઇ ટુકડીયા,લીલાભાઇ ટુંકડીયા ,લાલજીભાઈ ટુકડીયા , વલ્લભભાઈ ટુકડીયા,રામજીભાઇ ટુકડીયાં,એસ.એમસીના સભ્યો ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ પરિવારમાં પ્રજેશ ભાઈ સોલંકી, નવઘણભાઈ કારાવદરા, જલ્પાબેન સેલાવડા, ભૂમિબેન ગઢીયા, હેતલબેન વાઢેર વિગેરેએ સારી જેમ જ ઉઠાવી હતી.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.