ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9da4n2hzen71xov7/" left="-10"]

ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ વાઘવદરડા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે ઉભા હોવાની મળેલ માહિતી આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપીઓ હાજર મળી આવેલ. તેઓને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-

1. પ્રતાપભાઇ ઉર્ફે પતાભાઇ નગાભાઇ ગોહિલ ઉ.વ.૬૬

2. વિક્રમભાઇ પ્રતાપભાઇ ગોહીલ ઉ.વ.૩૪

3. જુવાનસિંહ ઉર્ફે ગોપાલ પ્રતાપભાઇ ગોહિલ ઉ.વ.૨૧ રહે. ત્રણેય ગળથર તા.મહુવા જી.ભાવનગર

ગુન્હોઃ-

બગદાણા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૩૦૩૨૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૩૭,૫૦૪,૧૧૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-

પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી, મહેન્દ્રસિંહ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]